સરસ્વતી તાલુકાના મોરપા ગામે આવેલ જુનાં ઠાકોર વાસમાં ખોડીયાર માતાજી મંદિરની બાજુમાં જાહેર રસ્તા પર જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત ચોવીસ કલાકની વિજ લાઈનનો થાંભલો વર્ષો જુનો હોવાથી નીચેના ભાગે ક્રેક હોવાથી શનિવારની વહેલી સવારે સાડા સાત વાગ્યાના અરસામાં જીવંત વિજ થાંભલો તૂટી પડતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વિજ પોલ તુટી પડવાને કારણે ઠાકોર વાસમાં અઢી કલાક લાઈટ બંધ રહેવા પામી હતી અને વિજ કંપનીનાં હેલ્પર દ્વારા એક લાઈનના વાયરો કાપીને વિજ પુરવઠો શરૂ કરી દેવાયો હતો.
સવારનો સમય હોવાથી લોકોની અવરજવર વધુ સંખ્યામાં હોય છે લોકો ડેરીમાં દૂધ ભરાવા તેમજ રોજીંદા જીવનનાં કામના લીધે અવરજવર વધુ હોય છે ત્યારે એકાએક જીવંત વિજ પોલ તુટી પડતાં વાયરો જમીનદોસ્ત થઈ ગયાં હતાં એનાં લીધે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગામના યુવક નેમચંદજી ઠાકોરે સમયસૂચકતા સાથે વીજ ડીપીથી વિજ પુરવઠો બંધ કરતાં મોટી જાનહાનિ ટળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.