ધાર્મિક કાર્યક્રમ:ચાણસ્માંના ભાટસર ગામે બ્રહ્માણી માતાજીનો પલ્લી મહોત્સવ યોજાયો

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રહ્માણીમાતાજીની બાધા માનતાની 52 પલ્લી ભરાઈ મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત બહાર ગામ રહેતા લોકો ઉપસ્થિત રહ્યાં

પાટણ જિલ્લાના ચાણસ્માં તાલુકાના ભાટસર ગામે આસો સુદ આઠમને બુધવારે શ્રી બ્રહ્માણી માતાજીની પલ્લી મહોત્સવ ઉજવાયો હતો. જેમાં 21 જેટલા ફૂલોના ગરબા અને 52 જેટલી માનતાની પલ્લી ભરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત બહાર ગામ રહેતા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

ચાણસ્માં તાલુકાના ભાટસર ગામે આસો સુદ આઠમને બુધવારે સાંજે શ્રી બ્રહ્માણી માતાજીની પલ્લી મહોત્સવ ઉજવાયો હતો. જેમાં 21 જેટલા ફૂલોના ગરબા અને 52 જેટલી માનતાની પલ્લી ભરાઈ હતી. આ પલ્લી મહોત્સવમાં મોટી સંખ્યા ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. વર્ષોની પરંપરાગત ચાલી આવતા પલ્લી મહોત્સવમાં છોકરા અને ભણીયાની માનતાની પલ્લી ભરવામાં આવતી હોય છે. આ વર્ષે માતાજીની 52 પલ્લી ભરવામાં આવી હતી. તો 21 જેટલા માતાજીના ફૂલોના ગરબા ભરાયા હતા.

ગ્રામજનો દ્વારા ખૂબ જ ઘામઘુમથી શ્રીબ્રહ્માણી માતાજીની પલ્લી મહોત્સવમાં જોડાયા હતા અને ધામ ધૂમથી આ મહોત્સવ ઉજવાયો હતો. જેમાં ભાટસર પાટીદાર યુવક મંડળ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...