તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:કુવારદ માં બેસતા વર્ષે પાળિયાનું વર્ષોથી પૂજન થાય છે

પાટણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગ્રામજનો બેસતાવર્ષે પાળિયા પર સિંદુર લગાવી પૂજન-અર્ચન કરે છે. - Divya Bhaskar
ગ્રામજનો બેસતાવર્ષે પાળિયા પર સિંદુર લગાવી પૂજન-અર્ચન કરે છે.
 • મોર માટે બલિદાન આપનાર 15 યુવાનોની શહાદતને યાદ કરી બેસતા વર્ષની ઉજવણી કરે છે

વઢીયાર પંથકના કુવારદ ગામે બેસતા વર્ષના દિવસે અનોખી પરંપરા જોવા મળે છે મોર ને બચાવવા માટે યુદ્ધમાં બલિદાન આપનાર નાડોદા રાજપૂત સમાજના ૧૫ યુવાનોના પાળિયાને સિંદુર લગાવી પૂજન અર્ચન કરી શહીદોની શહાદતને યાદ કરી બેસતા વર્ષની ઉજવણી કરે છે: વઢીયાર ની ભૂમિ સૌર્ય અને પરાક્રમની ભૂમિ છે, વઢીયાર ના દરેક પાદરે અનેક પાળિયાઓ તેની પ્રતીતિ છે આવી જ ઘટના ની વાત કરીએ તો આઝાદી પહેલા ગાયકવાડી સરકાર વખતે કૂવારદ ગામ ની સીમ વિસ્તારમાં કેટલાક શિકારીઓ શિકાર કરવા નીકળે છે અને મોરનો શિકાર કરે છે મોરની મરણ ચીસ કુવારદ ગામના પાદર સુધી સંભળાય છે અને ગામના યુવાનો મોરને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી જાય છે જ્યાં મકરાણી શિકારીઓ અને ગામના યુવાનો વચ્ચે ધીંગાણું ખેલાયું, મુજપુર અને વઢીયાર ના સંત ભુતનાથ અને તેમનો ચેલો અખય ભગત પણ જોડાયા ગામના 15 યુવાનો લડતા શહીદ થયા કુવારદ ગામના પાદરમાં આજ પણ આ શહીદોના પાળીયા છે અને દર કાળી ચૌદશ અને બેસતા વર્ષના રોજ ગામમાં રહેતા તથા વ્યવસાય અર્થે બહાર રહેતા લોકો આ પાળિયાઓનું પૂજન અર્ચન કરી પૂર્વજોના બલિદાનને યાદ કરે છે અને ઉનાળામાં ગાયોને ઘાસચારો તથા અન્ય પુણ્યના કામો કરે છે ગામના સહકારી અગ્રણી રાજુભાઈ કટારીયા જણાવે છે કે વઢિયારની ભૂમિ સૌર્ય અને પરાક્રમની ભૂમિ છે આ પાળિયા અમારા ઇતિહાસ, પૂર્વજોના બલિદાનનું સંભારણું છે દર વર્ષે અમે શહીદોને યાદ કરી શ્રધ્ધાંજલિ પાઠવીએ છીએ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો