મેળામાં રંગ જામ્યો:પાટણમાં પદ્મનાભપ્રભુના રાત્રીમેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું, લોકોએ અલગ-અલગ રાઈડ્સની મજા માણી

પાટણ21 દિવસ પહેલા

પાટણ શહેરમાં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ પદ્મનાભજી ભગવાનનો સપ્તરાત્રી મેળો ચાલી રહ્યો છે. જેમાં પ્રજાપતિ સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ અલગ-અલગ રાઈડ્સની મજા માણી હતી.

પાંચમાં દિવસે દર્શનાર્થીઓની ભારે ભીડ
પાટણ શહેરમાં છેલ્લા 5 દિવસથી ભગવાન પદ્મનાભજીનો મેળો ચાલી રહ્યો છે. આ રાત્રી મેળામાં હજારો દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડતા મેળાની રંગત જામી હતી. પરંપરાગત મેળામાં દૂર દૂર રહેતાં પ્રજાપતિ સમાજના શ્રદ્ધાળુઓ મેળાની મજા માણવા આવી ચડ્યા હતા. પાટણ ખાતે કાર્તિકી પૂનમથી પ્રારાભ થતાં ભગવાન પદ્મનાભજીના સપ્તરાત્રી મેળામાં પાંચમાં દિવસે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. પાટણ શહેર સહિત આજુબાજુના ગામોમાંથી મેળામાં આવેલા લોકોએ ચકડોળ, ચકરડી સહિત જુદીજુદી રાઇડ્સોમાં મનોરંજન મેળવી આનંદ માણ્યો હતો. રોશનીથી મેળો ઝળહળી ઉઠ્યો હતો. ખાણી-પીણીના સ્ટોલ પર લોકોએ ચટકા માણ્યા હતા.

તસવીરોમાં જુઓ મેળાની રંગત

અન્ય સમાચારો પણ છે...