તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પાટણની જનતા હોસ્પિટલમાં ઓક્સિજનની ઉણપ થશે દૂર, દાતાની મદદથી ઉભો કરાશે ઓક્સિજન પ્લાન્ટ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન પ્લાન્ટ માટે દાતા પરિવારે આપ્યા 44 લાખ રૂપિયા

પાટણ જીલ્લામાં કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લઇ ઓક્સીજનની અછત નિવારવા માટે હવે ઓકસીજન પ્લાન્ટ અને તેની બોટલો માટે દાતાઓ દાનની સરવાણી વહેવડાવી રહ્યા છે . જીવન જયોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટણ જનતા હોસ્પિટલમાં ઊંઝાના મુકતુપુર ગામે રહેતા અજય એજીનીયરીંગ અને અનંતા પ્રોકોન કંપનીના પરીવારે ઓકસીજન પ્લાન્ટ માટે રૂા .44 લાખની માતબર રકમ નું દાન આપ્યું છે .

ત્યારે જનતા હોસ્પિટલનાં કોવીડ વોર્ડમાં હવે દર્દીઓને સરળતાથી ઓકસીજન મળી રહેશે . પાટણમાં મુંબઈના જૈન શ્રેષ્ઠીઓના દાન થકી ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે આર્શીવાદરૂપ બનેલી જીવન જ્યોત ચેરીટેબલટ્રસ્ટ સંચાલિત જનતા હોસ્પિટલ એક મલ્ટીપ્લેક્ષ હોસ્પિટલ તરીકે ઉત્તર ગુજરાતમાં આગવી નામના ધરાવે છે . કોવીડની મહામારીમાં આ હોસ્પિટલનાં કોવીડ વોર્ડમાં તજજ્ઞ ડોકટરો દ્વારા સંક્રમીક દર્દીઓની રાહતદરે સેવામાં કરવામાં આવી હતી .જ્યાં અનેક દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે ગયા છે.

એપ્રિલ માસમાં સંક્રમીકદર્દીઓની સંખ્યામાં વધારો થતાં પાટણ સહિત જીલ્લામાં ઓકસીજનની અછત સર્જાઇ હતી. ત્યારે જનતા હોસ્પિટલમાં પણ આ સમયગાળા દરમ્યાન દર્દીઓના ભારે ઘસારાને લઇ ક્યાંક ક્યાંક ઓકસીજનની પણ તાતી જરુરીયાત ઉભી થઇ હતી .ત્યારે ઓકસીજનની અછતના કાયમી નિવારણ માટે આ હોસ્પિટલના કેમ્પસમાં ઓકસીજન પ્લાન્ટ શરુ કરવા માટે બેતાલીસ લેઉવા પાટીદાર સંગઠન અને ધારાસભ્ય કિરીટ પટેલના સહયોગથી આપવામાં આવેલ માર્ગદર્શનને લઇ સમાજનાં મુકતુપુર ખાતે રહેતા દાતા પરિવાર દ્વારા ઓકસીજન પ્લાન્ટ માટે રૂા .44 લાખની માતબર રકમનું દાન આપવામાં આવ્યું છે.

હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી અને ઇએનટી સર્જન ડો . પ્રમોદભાઇ પટેલે જણાવ્યું હતું કે , આગામી એક માસના સમયગાળામાં આ ઓકસીજન પ્લાન્ટ કાર્યરત થશે જેને લઇ હવે આ હોસ્પિટલમાં દર્દીઓને ઓકસીજન માટે કોઇ જ મુશ્કેલી ઉભી નહીં થાય તેમજ દાતા પરીવારની આ માનવસેવાની કામગીરીને તેઓએ બિરદાવી છે . નોંધનીય છે કે , ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ માટે આર્શીવાદરુપ બનેલી પાટણ જનતા હોસ્પિટલમાં હવે કોરોના સંક્રમક દર્દીઓને સરળતાથી ઓક્સીજન મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...