તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:પાટણ સિવિલ અને જનતા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાટણ સિવિલમાં કલર ટેક્સ લિમિટેડ કંપની ભરૂચ દ્વારા  ઓક્સિજન પ્લાન્ટ દાનમાં આપવામાં આવ્યો હતો. - Divya Bhaskar
પાટણ સિવિલમાં કલર ટેક્સ લિમિટેડ કંપની ભરૂચ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ દાનમાં આપવામાં આવ્યો હતો.
  • શહેરમાં ત્રણ સ્થળે પ્લાન્ટ તૈયાર થતાં સંખારી સુધી ઓક્સિજન માટે લાંબા થવું નહીં પડે

પાટણ શહેરમાં આગામી દિવસોમાં ત્રણ સ્થળે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થનાર છે. યુનિવર્સિટી ખાતે ઓક્સિજન પ્લાન્ટ માટેની તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે સિવિલ હોસ્પિટલ અને જનતા હોસ્પિટલમાં પણ ઓક્સિજન પ્લાન્ટ સ્થપાશે. પાટણ શહેરમાં એકપણ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ ન હોઈ સંખારીના પ્લાન્ટ પર નિર્ભર હતા. બીજી લહેરમાં ઓક્સિજનની હોસ્પિટલોમાં ભારે અછતને લઇ હવે ઓક્સિજનની સુવિધા માટે દાતાઓ દ્વારા માનવતા બતાવી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવી રહ્યા છે.

બુધવારે પાટણ શહેર સિવિલ હોસ્પિટલમાં કલર ટેક્સ લિમિટેડ કંપની ભરૂચ દ્વારા હવામાંથી ઓક્સિજન જનરેટ કરતા લીટર પર મિનિટ કેપિસિટીવાળો પ્લાન્ટ દાનમાં આપવામાં આવ્યો છે. આ પ્લાન્ટ આવતા સિવિલમાં હવે ઓક્સિજનના 18 થી 20 ઓક્સિજન બેડ પર દર્દીઓને સારવાર આપી શકાશે. બે દિવસમાં જ પ્લાન્ટ ફિટ કરવાની કામગીરી પૂર્ણ કરી તાત્કાલિક શરૂ થાય માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્લાન્ટ શરૂ થતા સિવિલમાં ઓક્સિજન સિલિન્ડર લાવવાની જરૂર રહેશે નહીં. યુનિવર્સિટીમાં પણ 13 હજાર લીટર કેપિસિટીનો પ્લાન્ટ શરૂ થવાની તૈયારી છે જેથી હવે શહેરમાં ઓક્સિજનની અછત દૂર થશે.

જનતા હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બનશે
પાટણ જનતા હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની સારવાર આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવેલ છે. જેમાં 30 જેટલા દર્દીઓને દાખલ કરી સારવાર કરવામાં આવે છે. ત્યારે ઓક્સિજન અને વેન્ટિલેટરવાળા દર્દીઓ માટે ઓક્સિજનની સુવિધા હોસ્પિટલમાં જ ઉપલબ્ધ થાય માટે મકતુપુરના દાતા અજય એન્જિનીયરિંગના એસ.આર.પટેલ પરિવાર દ્વારા ઓકસિજન પ્લાન્ટ માટે 44 લાખની રકમનું દાન આપવામાં આવ્યું છે .આગામી એક માસના સમયગાળામાં આ ઓકસિજન પ્લાન્ટ કાર્યરત થશે જેને લઇ હવે આ હોસ્પિટલમાં દર્દીઓને ઓકસીજન માટે કોઇ જ મુશ્કેલી ઉભી થશે નહીં.

અન્ય સમાચારો પણ છે...