લોકાર્પણ:અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં પાટણ સિવિલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયુ

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પી.એમ. કેર્સ ફંડમાં 1.87 ટનની ક્ષમતા ધરાવતા ઓક્સિજન પ્લાન્ટથી પ્રતિ મિનિટ 1000 લીટર ઓક્સિજન ઉપલબ્ધ થશે

ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા પીએમ કેર પીએસએ ઓક્સિજન પ્લાન્ટોના લોકાર્પણના કાર્યક્રમો સમગ્ર રાજયભરમાં યોજાયા હતા જે અનુસંધાને પાટણ જિલ્લાનો ઇ લોકાર્પણ કાર્યક્રમ ગુરુવારના રોજ પુરવઠામંત્રી ગજેન્દ્રસિંહ મકવાણાની ઉપસ્થિતિમાં પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો હતો.

વૈશ્વિક કોરોના મહામારીના સમયમાં પડેલી ઓક્સીજનની આપત્તિના નિવારણ માટે આજે સમગ્ર રાજ્યભરનાં જિલ્લાઓમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીના સાનિધ્યમાં પીએમ કેર પીએસએ ઓક્સિજન પ્લાન્ટના ઇ લોકાર્પણ સમારોહ વિવિધ જીલ્લાઓમાં વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયા હતા.

જે અનુસંધાને પાટણ જનરલ સીવીલ હોસ્પિટલ ખાતે અન્ન નાગરીક પુરવઠા મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે રૂા .86 લાખના ખર્ચે એક હજારની કેપેસીટી ધરાવતા ઓક્સિજન પ્લાન્ટનું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે લાડી લોહાણા યુવક મંડળ પાટણ દ્વારા સમસ્ત સિંધી સમાજનાં આયુષ્યમાન કાર્ડ ધરાવતા 35 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ મંત્રીના હસ્તે સુપ્રત કરવામાં આવ્યા હતા. લાડી લોહાણા યુવક મંડળ પાટણના આગેવાન પારસભાઇ સહિતના કાયૅ કરો દ્વારા મંત્રીના આ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું . ત્યારબાદ ઇ - લોકાર્પણ સમારોહ કાર્યક્રમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ખેડૂત ભવન ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, વૃક્ષો કુદરતી ઓક્સિજનનો સૌથી મહત્વનો સ્ત્રોત છે ત્યારે મહત્તમ પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર અને જતન થાય તે જરૂરી છે. સાથે સાથે સરકાર દ્વારા કરવામાં આવતી આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ અને રસીકરણ જેવી બાબતોમાં નાગરિકોનો સહયોગ પણ એટલો જ આવશ્યક છે. કોરોનાની કપરી પરિસ્થિતિમાં અનેક દર્દીઓને ઓક્સીજન મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

કેન્દ્રની ભાજપ સરકારના સુકાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નાનામાં નાના ગામની ચિંતા કરી ઓક્સીજનની અછતને ખાળવા તેઓએ માસ્ટર પ્લાન નિર્ધારીત કર્યો હતો. જેના ભાગ સ્વરુપે આજે જીલ્લા અને તાલુકા કક્ષાએ નિર્માણ કરાયેલ ઓક્સિજન પ્લાન્ટના ઇ લોકાર્પણ લોકો માટે આર્શીવાદરુપ બની રહેશે .

આ પ્રસંગે જિલ્લા કલેકટર સુપ્રિતસિંહ ગુલાટી , જીલ્લા પંચાયત પ્રમુખ ભાનુમતીબેન પરમાર , જીલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા , ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો - પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...