તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:પાટણના દર્દીઓ માટે સેવાભાવીઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન આપવામાં આવ્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ સંસ્થાઓ દ્વારા દર્દીઓને શ્વાસ પુરો પાડવાનો ભગીરથ પ્રયાસ કરાયો

કોરોના મહામારીની બીજી લહેરથી દર્દીઓની સંખ્યામાં અતિશય વધારો થતાં હોસ્પિટલોમાં ઈન્જેક્શન અને ઓક્સિજનની ઉભી થયેલ અછત વચ્ચે અનેક દાતાઓએ આગળ આવીને દર્દીઓને સહાયરૂપ થવા પ્રયાસ કર્યો છે. ત્યારે ડાયનેમિક ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા પણ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન દ્વારા પાટણનાં દર્દીઓને શ્વાસ પુરો પાડવાનો ભગીરથ પ્રયાસ કરાયો છે.

પાટણને 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન માટે ફંડ ફાળવવામાં આવ્યુ

મુળ પાટણનાં રાજપુરનાં વતની અને ધંધાર્થે અમદાવાદ સ્થાયી થયેલા ભગવાનદાસ કે. પટેલ અને તેમનાં ડાયનેમિક ફાઉન્ડેશને કોરોનાની બિમારીમાં ઓક્સિજનની ઉભી થયેલી અછતમાં જરૂર હોય ત્યાં સહાયરૂપ થવાનો અભિગમ દાખવ્યો છે. તેઓ દ્વારા પાટણ જનતા હોસ્પિટલ ખાતે તથા પાટણ ડીડીઓની સુચના મુજબ સરિયદ ખાતે ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

મશીનોની ખરીદ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે

આ ઉપરાંત રોટરી ફાઉન્ડેશન, પાટણને 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન માટે ફંડ ફાળવવામાં આવ્યુ છે. જે ઝડપથી રોટરી દ્વારા પાટણની જનતાની સેવાર્થે ઉપલબ્ધ બનાવાશે. આ અંગે રોટરી ફાઉન્ડેશનનાં મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ હતું કે, આ મશીનોની ખરીદ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જે આગામી બે દિવસમાં જ જનતાથી સેવાર્થે ઉપલબ્ધ બનાવાશે.

ડાયનેમિક ફાઉન્ડેશને પણ ઉદાર હાથે દાતારી દાખવી

ડાયનેમિક ફાઉન્ડેશન દ્વારા શ્રીદેવી ચેરિટેબલ ફાઉન્ડેશન, પાટણને સેવા માટે તથા પોતાનાં સમાજ માટે પણ અલગથી ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ઉપલબ્ધ કરાવાયા છે. જેની સેવા જરૂરિયાતમંદ દર્દીઓ મેળવી રહ્યા છે. મહામારીનાં સમયમાં વતનનું ઋણ ચૂકવવા અનેક દાતાઓ આગળ આવી રહ્યાં છે. ત્યારે ડાયનેમિક ફાઉન્ડેશને પણ ઉદાર હાથે દાતારી દાખવી છે, જે ખૂબ જ સરાહનિય છે.

અન્ય સમાચારો પણ છે...