તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પદવીદાન સમારોહ:બિહારમાં ઓવૈસીની પાર્ટીની જીતથી કોંગ્રેસ ફસાઈ છે, કોંગ્રેસ પર કોઈને ભરોસો નથ, વિજય રૂપાણી

પાટણ/સિદ્ધપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા
 • સિદ્ધપુર ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો
 • 305 વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રે ઉજ્જવળ પરિણામ બદલ ગોલ્ડ મેડલ એનાયત કરાયા

સિદ્ધપુર ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહ સોમવારે યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા ઉજ્વળ પરિણામ પ્રાપ્ત કરનાર 305 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ચેરમેન બલવંતસિંહ રાજપૂતે સંસ્થાનો ચિતાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન સાથે કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે કોગ્રેસ પર લોકોને ભરોસો ન રહેતા દેશમાં નેતૃત્વ ખતમ થઇ રહ્યું છે.

વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે બિહારમાં ઓવૈસીની પાર્ટીની જીતથી કોંગ્રેસ ફ્સાઈ છે. કોઈને કોંગ્રેસ પર ભરોસો રહ્યો નથી જેથી દેશભરમાં કોંગ્રેસનું નેતૃત્વ ખતમ થઇ રહ્યું છે. રૂપાણીએ ગુજરાતને કોરોના મુકત કરવા ટૂંક સમયમાં રસીકરણ શરૂ કરીને હારશે કોરોના જીતશે ગુજરાત અભિયાનની જાણકારી આપી હતી. કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ નરહરી અમીન, સાંસદ ભરતસિંહ ડાભી, ઊંઝાના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ સહિતના રાજકીય આગેવાનો અને યુનિવર્સિટી સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો