સ્ટાફની ઘટ:પાટણ સિવિલ હોસ્પિટલમાં મંજૂર થયેલ કાયમી મહેકમમાં 70 ટકાથી વધુ સ્ટાફની ઘટ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા મથક પાટણ ખાતેની સિવિલ (જનરલ) હોસ્પિટલને આરોગ્ય વિષયક સેવાઓ, ઓપરેશન અને દર્દીઓથી પુનઃ ધમધમતી કરવા અહીં ફૂલટાઈમ જનરલ સર્જન અને ઓર્થોપેડિક સર્જન ,ગાયનેક સહિતના નિષ્ણાંત ડોક્ટરો મુકવા માટે સરકાર દ્વારા ગંભીરતાથી વિચારીને ત્વરિત પગલા ભરવામાં આવે તેવી વ્યાપક લોક માંગ ઉઠવા પામી છે. રાજ્ય સરકાર જ્યારે આરોગ્ય બાબતે ચિંતિત હોવાની વાતો કરવામાં આવી રહી છે. ત્યારે પાટણ સિવિલમાં છેલ્લા કેટલાય વર્ષોથી મંજૂર થયેલ ડોક્ટરોની ફૂલટાઈમ જગ્યાઓ ભરવામાં સરકારી તંત્ર ઉદાસીન વલણ દાખવી રહ્યું હોય ગરીબ દર્દીઓ ને હાલાકી સહન કરવી પડી રહી છે .

પાટણ ખાતેની સિવિલ હોસ્પિટલમાં શહેર ઉપરાંત સમગ્ર પંથકમાંથી ગરીબ, મધ્યમવર્ગ અને જરૂરિયાતમંદ દર્દીઓ વિવિધ પ્રકારના નિદાન અને આરોગ્ય વિષયક સેવાઓ માટે મોટી સંખ્યામાં આવે છે. અહીં સરકાર દ્વારા 10 જેટલા વિવિધ રોગોના સર્જન ડોક્ટરોનું મહેકમ મંજૂર કરવામાં આવેલ છે .જે પૈકી કેટલાક રોગોના સર્જન ડોકટરો છે, પરંતુ જનરલ સર્જન અને ઓર્થોપેડિક સર્જન ,ગાયનેક જેવા મહત્વના ફુલટાઈમ સર્જન ડોકટરોનો અભાવ છે. જેથી અહીં ઘૂંટણના તેમજ હાડકાંના રોગોના ઓપરેશન થઈ શકતા નથી , ડિલિવરી માટે પણ મહિલા ઓ ને હાલાકી સહન કરવી પડી રહી છે . ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ન છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલોનો આશરો લેવાની ફરજ પડી રહી છે કે ધારપુર સુધી લાબા થવું પડે છે.

આ ગંભીર બાબત હોઈ સરકારની આરોગ્ય નીતિ અંતર્ગત પાટણ જનરલ હોસ્પિટલમાં વહેલામાં વહેલી તકે ફુલટાઇમ સર્જન ડોક્ટરોના મંજૂર મહેકમમાં જનરલ સર્જન અને ઓર્થોપેડિક સર્જનની જગ્યા સત્વરે ભરવાની આવશ્યકતા છે. જેથી અકસ્માત કે પડવા વાગવાના કેસોમાં પાટણ સિવિલ ખાતે જ દર્દીઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી શકે .તેમજ નિ-રિપ્લેસમેન્ટના ઓપરેશનની સુવિધા શરૂ થાય એટલે દર્દીઓને ઘર આંગણે સરકારી કાર્ડમાં ઓપરેશનની સુવિધા મળતાં તેના લાખો રૂપિયા બચી શકે . સરકારે ઓર્થોપેડિક સર્જન માટે બોન્ડેડ ડોક્ટરની પણ સત્વરે નિમણુંક કરવી જોઈએ. સિવિલ માં હાલ માં સરકાર દ્વારા મંજુર મહેકમ માં કુલ 133 જગ્યાઓ સામે 50 ભરાયેલી છે અને 83 જગ્યાઓ ખાલી છે .

અન્ય સમાચારો પણ છે...