• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Over 30,000 Tourists Visited Patan's Science Museum During The Diwali Festival, The Dinosaur Gallery Became The Center Of Attraction.

વેકેશનમાં પ્રવાસીઓએ મજા માણી:પાટણના સાયન્સ મ્યુઝિયમની દિવાળી તહેવારમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી, ડાયનાસોર ગેલેરી બની આર્કષણનું કેન્દ્ર

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતની પ્રાચીન અને ઐતિહાસિક નગરી પાટણ તેની બેનમૂન વૈશ્વિક વિરાસત રાણકીવાવથી જગ વિખ્યાત બની છે. ત્યારે હવે પાટણની સમીપે ચોરમારપુરા ખાતે 10 એકર જમીનમાં આકારમાં પ્રાદેશિક સાયન્સ મ્યુઝીયમ બનાવવામાં આવ્યુ છે. જેથી પાટણની ઓળખ અને વિશેષતામાં વધારો થયો છે. આ મ્યુઝિયમમાં બનેલી ડાયનાસોર ગેલેરી હવે પાટણની નવી ઓળખ બની છે અને લોકોનું આકર્ષણ કેન્દ્ર બન્યું છે. ત્યારે દિવાળીના વેકેશનમાં હજારો પ્રવાસીઓએ આ ડાયનાસોર ગેલેરી જોઈ આનંદિત થઈ રહ્યા છે.

પ્રવાસીઓનો ધસારો યથાવત
પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે સમાલપાટીની સીમમાં રાજ્ય સરકાર દ્વારા 10 એકર જમીન પર અંદાજે 100 કરોડના ખર્ચે પ્રાદેશિક સાયન્સ મ્યુઝીયમની સાથે ડાયનાસોર ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેનુ ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું છે. ત્યારે દિવાળીનું વેકેશન પડતાં જ પ્રવાસીઓ પાટણ નજીક સરસ્વતી તાલુકા સેવા સદનની સામે બની રહેલા ડાયનાસોર ગેલેરી જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. હજી પણ પ્રવાસીઓનો ધસારો યથાવત છે.

ડાયનાસોર ગેલેરી ઉત્તર ગુજરાત સહિત રાજ્યભરના લોકો તથા પાટણમાં પ્રવાસ અર્થે આવતાં મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં 30 હજારથી વધુ પ્રવાસીઓએ પ્રાદેશિક સાયન્સ મ્યુઝીયમ અને ડાયનાસોર ગેલેરીની મુલાકાત લીધી છે. તેવું સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...