રજૂઆત:રાધનપુરમાં પડતર માંગણીઓ પુરી કરવા આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓએ ધારાસભ્યને આવેદનપત્ર આપ્યું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાધનપુરમાં આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓએ શનિવારે ધારાસભ્ય રઘુભાઇ દેસાઈને આવેદનપત્ર આપીને તેમની માંગણીઓ વિધાનસભાની ચૂંટણી પહેલા પુરી કરવા અને જો માંગણીઓ પુરી કરવામાં નહિ આવે તો વિધાનસભાની આગામી ચૂંટણીમાં સપરિવાર તેમના વિરુદ્ધ મતદાન કરીને હરાવવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

રાજ્યમાં તમામ સરકારી કચેરીઓ અને વિભાગોમાં ફરજ બજાવતા આઉટ સોર્સિંગ તેમજ કોન્ટ્રાકટબેઝ કર્મચારીઓએ ધારાસભ્યને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ પુરી કરવા માંગ કરી છે.જેમાં કોન્ટ્રાકટબેઝ અને આઉટસોર્સિંગ કર્મચારીઓને કાયમી કરવા,આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારમાં છેલ્લા છ વર્ષમાં આઉટસોર્સ એજન્સીઓ દ્વારા દોઢથી બે લાખ રૂપિયાની ઉચાપત કરી છે એ રિકવર કરીને કર્મચારીઓને પરત કરવા,ફિક્સ પગારનો કેસ નામદાર સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચવામાં આવે,સમ્માનજનક ગ્રેડ પે આપવામાં આવે,જૂની પેન્શન યોજનાની અમલવારી કરવામાં આવે સહિતની અન્ય માંગણીઓ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...