પગારના ઠેકાણાં નથી:આઉટસોર્સિંગ 200 આરોગ્ય કર્મીઓનો પગાર નિયમિત નહીં થતો હોવાની રાવ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણ જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓને જાન્યુઆરીનો પગાર માર્ચ માસમાં મળ્યો હજુ ફેબ્રુઆરીના પગારના ઠેકાણાં નથી

પાટણ જિલ્લામાં રાજદીપ એન્ટરપ્રાઇઝના કરાર આધારિત આરોગ્ય કર્મચારીઓનો પગાર અનિયમિત થતો હોવાથી કર્મચારીઓને તેમના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે સમયસર પગાર મળે તેવી કર્મચારીઓની માંગ ઊઠી છે.

પાટણ જિલ્લામાં રાજદીપ એન્ટરપ્રાઇઝના કરાર આધારિત 200 જેટલા આરોગ્ય કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે જેમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર ફીમેલ હેલ્થ વર્કર સ્ટાફનર્સ( એલ આર) અને પટાવાળા તેમજ સ્વીપર સહિતના 200 જેટલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.

પરંતુ તેમનો પગાર નિયમિત થતો નથી જેના કારણે તેમને મોંઘવારી ના સમયમાં આર્થિક મુશ્કેલી પડી રહી છે. જાન્યુઆરી માસનો પગાર તેમને માર્ચ માસમાં મળ્યો છે. સામે હોળી ધૂળેટીના તહેવારો આવતા હોવા છતાં હજુ ફેબ્રુઆરી માસનો પગાર કર્મચારીઓને મળ્યો નથી. છેલ્લા એક વર્ષથી આરોગ્ય કર્મચારીઓનો સમયસર પગાર થતો ન હોવાની રાડ પડી રહી છે.

આ અંગે આરોગ્યના એક કર્મચારીએ જણાવ્યું હતું કે હાલમાં મોંઘવારીના સમયમાં કર્મચારીઓને સામાન્ય પગારમાં તેમના પરિવારનું ગુજરાન ચલાવવાનું હોય છે ત્યારે નિયમિત પગાર ન મળવાના કારણે તેમનું બજેટ ખોવાઈ જાય છે. કર્મચારીઓને સમયસર પગાર મળે તે જરૂરી છે.

કારણ : તાલુકા કક્ષાએથી કર્મચારીઓની હાજરી લેટ પહોંચે, સરકારે બેંકોમાં એકઝો એકાઉન્ટ બંધ કરી દીધા
પાટણ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના વહીવટી અધિકારી આર ડી ચૌધરીએ જણાવ્યું હતું કે તાલુકા કક્ષાએથી કર્મચારીઓની હાજરી લેટ પહોંચે છે. પરંતુ હવે સરકારે બેંકોમાં એકઝો એકાઉન્ટ બંધ કરી દીધા છે.એટલે હવે પહેલાની જેમ દર મહિનાની પાંચમી તારીખે કર્મચારીઓનો પગાર થઈ જશે.ફેબ્રુઆરી માસનો પગાર પણ કર્મચારીઓને પાંચ માર્ચે મળી જશે.

અન્ય સમાચારો પણ છે...