તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:પાટણમાં કોરોનામાં ફરજ બજાવનાર 28 SIના છાત્રોને અડધો પગાર આપતાં રોષ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં બીજી લહેર માં કોરોનાની કામગીરી માટે હંગામી ધોરણે નોકરી પર લેવામાં આવેલ 28 એસ.આઈ ના વિદ્યાર્થીઓને 9000 હજાર પગાર આપવાનું કહી 4500 રૂપિયા અડધો પગાર ચૂકવાતા અન્યાયની રાવ સાથે પૂરો આરોગ્ય વિભાગ પૂરો પગાર આપવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓએ કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

પાટણ શહેરમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની બીજી લહેરમાં સ્ટાફના અભાવે એસ.આઈ કરતા 28 વિદ્યાર્થીઓને કોરોનામાં ટેસ્ટિંગ ,સર્વેલસન્સની કામગીરી માટે હંગામી ધોરણે રોજના 300 રૂપિયા લેખે 9000 હજારના પગારથી ફરજ ઉપર લેવામાં આવ્યા હતા.જેમાં બે માસ માટે કામગીરી કરી હતી.

જે માટે પ્રથમમાસનો પગાર આપ્યા બાદ બીજા માસમાં પગાર આપ્યા વગર જ છુટા કરી દેવાયા હતા. છેલ્લા દોઢ માસથી આ વિદ્યાર્થીઓ પગાર માટે ધક્કા ખાઈ રહ્યા હોય આપવામાં ન હતો.ત્યારે રજુઆત કરતા આરોગ્ય વિભાગ તાજેતરમાં 9 હજારના બદલે 4500 રૂપિયા અડધો પગાર આપતા વિદ્યાર્થીઓને અન્યાય કર્યો હોવાના આક્ષેપો કરી બાકી રહેલા 4500 રૂપિયાનો પગાર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ચુકવવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થીઓએ શુક્રવારે કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...