રજૂઆત:ખોડાણામાં ખેતરોમાં રહેતાં 60 પરિવારના ઘરોમાં વારંવાર લાઈટ ડૂલ થતાં રોષ

નાયતા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચમનપુરા વિસ્તારના લોકોએ જંગરાલ વિદ્યુત બોર્ડના નાયબ ઈજનેરને રજૂઆત કરી

સરસ્વતી તાલુકાના ખોડાણા ગામે ખેતરોમાં વસવાટ કરતા લોકોના ઘરોની વારંવાર લાઈટ ડૂલ થતાં જંગરાલ વિદ્યુત બોર્ડના નાયબ ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સરસ્વતીના ખોડાણા ગામના ચમનપુરા વિસ્તારમાં 60 જેટલા ઘરોના લોકો ખેતરોમાં વસવાટ કરે છે અને ટ્યુબવેલ માટે વપરાતી લાઈટ બે દિવસથી ડૂલ હોવાથી 60 ઘરોના લોકો હેરાનપરેશાન થઈ જતાં શુક્રવારે જંગરાલ વિદ્યુત બોર્ડના નાયબ ઈજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

ખોડાણા ગામના જયંતિજી ચુનાજી ઠાકોરે જણાવ્યું હતું કે ચોમાસું સિઝનમાં સામાન્ય વરસાદમાં ફાર્મહાઉસ પર બે દિવસથી લાઈટ ડૂલ થવાથી આ વિસ્તારના 60 ઘરોના લોકો રાત્રે હેરાનપરેશાન થઈ જાય છે અને બીમાર લોકોને મચ્છરના કારણે વધુ તકલીફ પડે છે. મનુભાઈ રામજીભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે આ લાઈન પર વારંવાર વિજફોલ્ટના કારણે વિજળી ડૂલ થઈ જાય છે અને ખેતરોમાં વસવાટ કરતા વિધાથીઓને લખવા વાંચવામાં લાઈટ વગર ખૂબ જ તકલીફ પડે છે જેથી સત્વરે વિજલાઈનનુ સમારકામ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...