આખલાઓનો આતંક:પાટણની બજારમાં આખલા યુદ્ધ જામ્યું, ત્રણ વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી

પાટણ2 મહિનો પહેલા

પાટણ શહેરમાં રખડતા ઢોરોનો આતંક તહેવારોમાં પણ યથાવત રહેવા પામ્યો છે. મંગળવારે બજારોમાં ભારે ભીડ વચ્ચે પાલિકા બજાર બહાર બે આખલાઓનું ભયાનક યુદ્ધ સર્જાતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આખલાના યુદ્ધ દરમિયાન ત્રણ ગાડીઓ હડફેટે આવતા નુકસાન થવા પામ્યું હતું.

શહેરના પાલિકા બજાર બહાર સાંજના સમયે બે આંખલાઓ યુદ્ધે ચડતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રસ્તા વચ્ચે જ બંને આંખલાઓ શિંગડા ભરાવી યુદ્ધ કરતા થોડા સમય માટે વાહન વ્યવહાર ઠપ થઈ જવા પામ્યો હતો. તેમજ બંને આખલાઓ વાહન ચાલકો તેમજ રાહદારીઓને અર્થે તેના લે તે માટે દૂર ભાગી ગયા હતા. વેપારીઓ દ્વારા બંને આખલાઓને છોડાવવા માટે પ્રયાસ કર્યા હતા. જે દરમિયાન આખલાઓએ પાર્કિંગ કરેલી ત્રણ જેટલી ગાડીઓને ટકરાતા ઘોબા પડી જતા વાહન માલિકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

તહેવારો દરમિયાન આખલાઓ બેફામ રસ્તાઓ ઉપર બાખડતા હોય રાહદારીઓ તેમજ વાહન ચાલકોના જીવ પડીકે બંધાઈ રહ્યા હોય નગરપાલિકા દ્વારા લોકોની સુરક્ષા માટે તહેવારો દરમિયાન તાત્કાલિક ધોરણે ઢોરો પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...