ભરતી:પાટણ ન.પા.માં ત્રણ મહત્વની જગ્યાઓ પૈકી આખરે કાયમી એકાઉન્ટન્ટની જગ્યા ભરાઇ

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે કાયમી હિસાબનીશ તરીકે અસ્મિતા દેસાઇની નિયુકિત કરી

પાટણ નગરપાલિકામાં દિન પ્રતિદિન ઘટતી જતી કાયમી કર્મચારીઓની સંખ્યાનાં કારણે મહત્ત્વની લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ ઉપર કાયમી અધિકારીઓની ભરતી કે નિમણુંક કરવા માટે અગાઉ પાટણ નગરપાલિકાએ માંગણી કરી હતી. જેમાં કાયમી એકાઉન્ટન્ટ, સેનેટરી ઇન્સ્પેકટર અને સિવિલ એન્જિનીયરીંગ જેવા મહત્ત્વની જવાબદારી વાળી જગ્યાઓ ઉપર નિયુક્તિ કરવા જણાવ્યું હતું. જેનાં પગલે આજે સરકાર તરફથી પાટણ પાલિકાની હિસાબી શાખામાં એકાઉન્ટન્ટ તરીકે અસ્મિતાબેન દેસાઇની નિમણુંક કરી છે. તેઓ આજે હાજર પણ થઇ ગયા હતાં.

હજુ સેનેટરી ઇન્સ્પેક્ટર અને સિવિલ એન્જિનીયરની નિયુક્તિ થાય તે જરૂરી છે. કારણ કે શહેરમાં સ્વચ્છતાની કામગીરી એટલી જ મહત્ત્વની હોવાથી કાયમી સેનેટરી ઇન્સ્પેક્ટર જરૂરી છે. અગાઉ થોડા મહિના પૂર્વે દિનેશ સોલંકી એસ.આઇ. તરીકે ફરજ બજાવતા હતા. પરંતુ તેઓ નિવૃત્ત થતાં લાંબા સમયથી તે જગ્યા ખાલી છે. ને તેનો ચાર્જ વારંવાર અન્ય કર્મચારીઓને સોંપાઇ રહ્યો છે.

એ જ રીતે વર્ષો પૂર્વે ગિરીશભાઇ પટેલ કાયમી સિટી સિવિલ એન્જિનીયર તરીકે ફરજરત હતા તેઓએ રાજીનામું આપ્યા બાદ કાયમી અધિકારી નિયુક્તિ હજુ પણ અધ્ધરતાલ છે.

અન્ય સમાચારો પણ છે...