LCBની ઓચિંતી રેડ:ચાણસ્માના મોટા વણકરવાસમાંથી રૂ. 9440 રોકડ સાથે 7 જુગારી ઝબ્બે

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ એલસીબી પોલીસે ગુરૂવારે બપોરે ચાણસ્માના મોટા વણકરવાસમાં ઓચિંતી રેડ કરતાં જુગારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. એલસીબીએ સ્થળ પરથી રોકડ રૂ. 9440 સહિત ત્રણ મોબાઈલ કબજે લઈ તમામ જુગારીઓ સામે ચાણસ્મા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

ચાણસ્માના મોટો વણકર વાસ ખાતે ગુરૂવારે બપોરે હાર જીતનો જુગાર રમાતો હોવાની બાતમી અાધારે પાટણ અેલસીબીએ રેડ કરી હતી. જેમાં 7 જુગારી રોકડ રૂ. 9440 તેમજ ત્રણ મોબાઇલ (કિ.રૂ. 12500) મળી કુલ રૂ. 21940 સાથે ઝડપાઇ ગયા હતા. તમામ સામે ચાણસ્મા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો હતો.

ઝડપાયેલા જુગારી
તુરી વસંતકુમાર વાલજી, ચૌહાણ કીરીટકુમાર ગણપતભાઇ, પરમાર વનરાજભાઇ હરજીભાઇ, સોલંકી અલ્પેશભાઇ પ્રવિણભાઇ, પરમાર રાજેશભાઇ કાંતિલાલ, વણકર ગોપાલભાઇ શીવાભાઇ અને વણકર દિલીપભાઇ ડાહ્યાભાઇ

અન્ય સમાચારો પણ છે...