તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:રાધનપુરના સિનાડ ગામનાં પાંચ મંદિર અને 1 મકાનમાંથી રૂ. 1.85 લાખની મત્તા ચોરાઈ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુરના સિનાડ ગામનાં પાંચ મંદિર અને 1 મકાનમાંથી રૂ. 1.85 લાખની મત્તા ચોરાઈ
  • ચેહર માતાજી, ચામુંડા માતાજી, વિહત માતાજી, હનુમાનદાદા અને નવા ચામુંડા માતાજી મંદિરોમાં ચોરી

રાધનપુર તાલુકાના સિનાડ ગામના નટવરભાઇ મફાભાઇ મકવાણા પરીવાર સાથે જન્માષ્ટમી પર્વે તેમની સાસરી શંખેશ્વર ગયા હતા ત્યારે મંગળવારે તેમના મકાનનું તાળુ તોડી રોકડ 11500 અને સોના ચાદીના દાગીના મળી કુલ રૂ.30300ની મત્તા ચોરાઈ હતી.

આ જ રાત્રે ચેહર માતાજી, ચામુંડા માતાજી, વિહત માતાજી, હનુમાન દાદા અને નવુ ચામુંડા માતાજી મંદિરોમાંથી ચાંદીના છત્તર અને દાનપેટીમાં રાખેલ રોકડ મળી કુલ રૂ.155250ની ચોરીનો બનાવ સામે આવ્યો હતો.

મોહનભાઇ તળશીભાઇ જાગી જતા તસ્કરો નાશી છૂટ્યા હતા. અા અંગે મકાન માલિક નટવરભાઇઅે રાધનપુર પોલીસ મથકે ચોરીની ફરીયાદ નોંધાવીવતાં પોલીસે પંચનામુ કરી ડોગ સ્કવોર્ડ અને અેફઅેસઅેલની મદદથી તપાસ હાથ ધરી છે.

કઇ કઇ વસ્તુઅો ચોરાઇ
ચેહર માતાજી મંદિર :
ત્રણ સોનાના છત્તર, તુમજ નાના 25 નંગ
ચામુંડા માતાજી: સોનાના ત્રણ છત્તર, ચાંદીના 40 છત્તર
વિહત માતા મંદિર: અેક ચાંદીનો મુંગટ, ચાર છત્તર
હનુમાન દાદા મંદિર : 5 ચાંદીના છત્તર, અેક ચાંદીનો મુગટ, દાનપેટીની રોકડ રૂ.1000
નવા ચામુંડા માતા મંદિર : સોનાનુ છત્તર, અેક ચાંદીનું છત્તર, અેક ચાંદીનુ ગોગ મહારાજનુ છત્તર, અેક ચાંદીનું છત્તર,, 5 નાનમોટા ચાંદીના છત્તર
મકાનમાંથી : ચાંદીનુ મંગળસૂત્ર, ચાંદીની પાયલ, સોનાના બે અોમ, ચાંદીના પાંચ સિક્ક, બાળકોનો ગલ્લોમાંથી રૂ.3000, રોકડ રૂ.15000

અન્ય સમાચારો પણ છે...