તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Out Of 74 Patients Admitted In Dharpur Civil Hospital, 41 Patients Reported Negative But Symptoms Were Similar To Those Of Corona.

કોરોના મહામારી:ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ 74 દર્દીઓ પૈકી 41 દર્દીનો રિપોર્ટ નેગેટિવ પણ લક્ષણો કોરોનાના જ

પાટણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારપુરમાં પોઝિટિવ કરતા નેગેટિવ વાળા વધુ દર્દીઓ આવતા સ્પેશ્યલ અલગ વોર્ડ બનાવી કોરોનાની જ સારવાર અપાય છેપાટણ જિલ્લામાં વધુ 50 લોકો કોરોના સંક્રમિત
  • પાટણ તાલુકામાં 22, સિદ્ધપુર તાલુકામાં 11, ચાણસ્મા તાલુકામાં 8 સહિત જિલ્લામાં 50 કેસ :41 દર્દીઓ સ્વસ્થ થયા

કોરોનાના લક્ષણો લાગતા મોટા ભાગના ગંભીર દર્દીઓ ધારપુર સિવિલમાં સારવાર અર્થે આવી રહ્યા છે. જેમાં કોરોના પોઝિટિવ કરતા રિપોર્ટ નેગેટિવ પરંતુ લક્ષણો કોરોનાના હોય તેવા ગંભીર દર્દીઓ વધુ આવતા તેવા દર્દીઓને સ્પેશ્યલ અલગ વોર્ડમાં રાખી તેમની સારવાર થઇ રહી છે. જિલ્લામાં શનિવારે 50 કેસો નોંધાયા હતા. ત્યારે પાટણ બાદ હવે સિદ્ધપુર અને ચાણસ્મા તાલુકામાં કેસો 500ના આંકડાને પાર કર્યો છે. જેમાં સિદ્ધપુર કરતા ચાણસ્મામાં ઝડપી સંક્ર્મણ વધ્યું હોવાનું જોવા મળ્યું છે.

પાટણ શહેર સહીત જિલ્લામાં કોરોના સંક્રમિત લોકોની જ કોરોનામાં સારવાર કરવામાં આવતી હોવાનું લોકો માની રહ્યા છે. પરંતુ હવે વધતા કેસો વચ્ચે ડોક્ટરો માટે નવી મુશ્કેલી ઉભી થવા પામી છે. જેમાં ધારપુર સિવિલમાં લક્ષણો કોરોનાના જોવા મળતા તેમને શંકાસ્પદ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. અને તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. પરંતુ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે.

પરંતુ તેમને તાવ શરદી સહીત શ્વાસ લેવાની બીમારી સહિતના લક્ષણો કોરોના સમાન જ હોઈ આવા દર્દીઓની હાલત ગંભીર હોઈ રિકવરી માટે આ દર્દીઓને અલગથી સારવાર માટે સ્પેશ્યલ અલગ વોર્ડ બનાવી તેમને કોરોનાના દર્દી સમાન જ સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે ચિંતાજનક બાબત એ છે કે આ દર્દીઓની સંખ્યા પોઝિટિવ દર્દીઓ કરતા વધતા ડોક્ટરોને પોઝિટિવ અને નેગેટિવ બન્ને દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી રહી છે.

સપ્ટેમ્બર માસમાં બાદ વધુ 50 કેસ નોંધાયા
પાટણમાં સપ્ટેમ્બર માસમાં 50 કેસ એક વાર આવ્યા હતા.ત્યારબાદ બીજીવાર પાટણ શહેરમાં 16, ધારપુર કેમ્પસના 3 આરોગ્ય કર્મીઓ, બાલીસણા અને ખાનપુર ગામમાં એક એક મળી તાલુકામાં 16 કેસ, સિદ્ધપુર શહેરમાં 8 ડુંગરિયાસણ ગામમાં બે, દેથળી ગામમાં એક મળી તાલુકામાં 11 કેસ, ચાણસ્મા શહેરમાં 4 અને ચાર ગામોમાં એક એક મળી તાલુકામાં 8 કેસ, રાધનપુર શહેરમાં 3 અને બંધવડ ગામમાં એક મળી તાલુકામાં 4,શંખેશ્વર અને સાંતલપુર તાલુકામાં બે બે,અને હારિજનાં જાસ્કા ગામમાં એક મળી જિલ્લામાં 50 કેસોનો વિસ્ફોટ થતા આંક 3612 થયો હતો. જિલ્લામાં વધુ 1287 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.1246 નેગેટિવ આવ્યા હતા.41 દર્દીઓ સસ્વસ્થ થતા કુલ 3117 દર્દીઓ સ્વસ્થ થવા પામ્યા હતા.હાલમાં જિલ્લામાં 422 એક્ટિવ કેસ છે.

41 દર્દીઓની ગંભીર હાલત કોરોના જેવા દર્દીઓ જેવી જ હોય છે
સિવિલ આર.એમ.ઓ ડૉ હિતેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં ઉત્તર ગુજરાતમાંથી જે દર્દીઓ ધારપુરમાં દાખલ થઇ રહ્યા છે. જેમાં પ્રથમ દર્ષ્ટિએ તેમના લક્ષણો જોઈ કોરોના હોવાનું લાગતા તેમનો રિપોર્ટ કરીએ તો રિપોર્ટ નેગેટિવ આવે છે. પરંતુ બ્લડ ટેસ્ટ કે સીટી સ્કેન કરીએ તેમાં અસર જોવા મળે છે. જેથી આવા ગંભીર દર્દીઓને ભલે નયુમિનીયા હોય કે રિપોર્ટ નેગેટિવ આવે પરંતુ તેમને કોરોનાની જ સારવાર કરવી પડે છે. કારણ કે તેમની ગંભીર હાલત કોરોના જેવા દર્દીઓ જેવી જ હોય છે. ધારપુરમાં હાલમાં 74 દર્દીઓ દાખલ છે.જેમાં 33 પોઝિટિવ અને 41 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ છતાં બધાને કોરોનાની જ સારવાર થઇ રહી છે.

સિદ્ધપુર-ચાણસ્માનો કોરોનાનો આંક 500 પાર
જિલ્લામાં સૌપ્રથમ કેસ સિદ્ધપુર શહેરમાં નોંધાયો હતો અને ત્યારબાદ અંદાજે 25 દિવસ બાદ પ્રથમ કેસ ચાણસ્મા શહેરમાં નોંધાયો હતો.ત્યારે એપ્રિલ માસમાં શરૂ થયેલ સંકમણ વધતા ઓક્ટોમ્બર માસના અંતિ સુધીમાં કુલ 208 દિવસમાં 507 કેસ નોંધાયા છે.183 દિવસમાં 525 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ પાટણ તાલુકામાં 1168 નોંધાયા છે.રહી છે.

સિદ્ધપુરમાં તર્પણ વિધિ માટે આવેલા 39 લોકોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા કાર્યવાહી
સિદ્ધપુર માધુ પાવડીયા પાસે ઘાટ પર જગ્યા સાંકડી હોવાથી લોકોની ભીડ ના કારણે કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટ જળવાય તેવી સ્થિતિ નથી ત્યારે સિદ્ધપુરમાં તર્પણ વિધિ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે તેમ છતાં શુક્રવારે સિદ્ધપુર માધુ પાવડીયા પાસેના ઘાટ ઉપર તેમજ નદીના પટમાં તર્પણ વિધિ જેવી ધાર્મિક વિધિ માટે લોકો મોટી સંખ્યામાં આવી સોશિયલ ન જાળવી જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરતા સિદ્ધપુર પોલીસે જુદા જુદા ગામોના 39 લોકો સામે 8 જેટલી ફરિયાદો દાખલ કરી હતી.

બે થી વધુ મુસાફર બેસાડતાં 45 રીક્ષા ચાલકો સામે ગુનો
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વિવિધ માર્ગો પર પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે. રિક્ષામાં બે થી વધુ પેસેન્જર બેસાડી જિલ્લામાં મુસાફરી કરતા 45થી વધુ રિક્ષાચાલકો ને પકડી પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...