હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 2012થી લઈ 2022 સુધી 10 વર્ષમાં યુનિવર્સિટી દ્વારા એજ્યુકેશનથી આઇટી કક્ષાના 27 જેટલા અભ્યાસક્રમ કેમ્પસમાં શરૂ કરવામાં આવ્યા છે. જેમાં 15 અભ્યાસક્રમ એવા છે કે વિદ્યાર્થીઓ પ્રવેશ ના લેતા કે અલ્પ માત્ર સંખ્યામાં પ્રવેશ લેતાં અંતે યુનિવર્સિટી દ્વારા બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. હાલમાં 12 અભ્યાસ ક્રમ ચાલુ છે. જેમાં તાજેતરમાં છેલ્લા બે વર્ષમાં શરૂ કરેલા અભ્યાસમાં પણ સંખ્યા પ્રવેશ ના લેતા યુનિવર્સિટી વિમાશામાં મુકાઈ છે.
કુલપતિ ડૉ. જે.જે. વોરાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં અભ્યાસક્રમો વિદ્યાર્થીઓના હિતમાં જ શરૂ કરાય છે.પરંતુ વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા રુચિ ન દાખવતા બંધ કરવાની ફરજ પડી છે. યુનિવર્સિટી દ્વારા ચાલુ કરેલા નવા કોર્ષમાં વધુ સંખ્યા પ્રવેશે તે માટે તેનો પ્રચાર પ્રસાર કરાશે. ઉપરાંત કેમ્પસમાં છાત્રો ઉચ્ચ કક્ષાના સંશોધનો કરે માટે પ્રયાસ શરૂ કર્યા છે. સ્કીલ ડેવલોપમેન્ટ માટે એક્સ્ટ્રા કોર્ષ શરૂ થઈ રહ્યા છે. દર વર્ષે વિભાગ દ્વારા આયોજિત ઇન્ટરવ્યૂમાં છાત્રોને પ્લેસમેન્ટ મળે છે. પરંતુ હજુ વધુ સારી કંપનીઓમાં વિદ્યાર્થીઓને નોકરીની તકો મળી માટે પ્રયાસ આયોજન કરીશું.
બે વર્ષમાં શરૂ થયેલા 4 કોર્સમાં સંખ્યા ન ભરાઈ
યુનિવર્સિટીએ કેમ્પસમાં પાછલા બે વર્ષમાં 4 નવા અભ્યાસક્રમ શરૂ કર્યા છે. જેમાં 2020માં શરૂ કરેલા એમએસસી ઇન્ટિગ્રેટેડ કેમેસ્ટ્રીમાં પ્રથમ વર્ષમાં બે અને બીજા વર્ષમાં બે છાત્રોએ પ્રવેશ લીધો છે. જ્યારે એમએસસી ઇન્ટિગ્રેટેડ લાઈફ સાયન્સમાં બે વર્ષથી એકપણ પ્રવેશ થયો નથી. 2021માં શરૂ કરેલા સેનેટરી ઇન્સ્પેક્ટર કોર્સમાં 10 છાત્રો તેમજ ફાયર સેફટી કોર્સમાં 4 છાત્રોએ પ્રવેશ લીધો હતો. આ વર્ષે અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે ત્યારે કેટલો પ્રવેશ થાય છે તે જોવાનું રહ્યું છે.
ઉ.ગુ.યુનિવર્સિટી દ્વારા 2012થી 2022 સુધીમાં શરૂ કરેલા 27 કોર્સમાં 15 બંધ 12 ચાલુ | |||
આ 12 કોર્સ ચાલુ છે | બંધ કરેલા 15 કોર્સ | ||
ક્યારે શરૂ | કોર્સનું નામ | 2012 | સ્પોકન ઇંગ્લિશ તથા ફંક્શનલ એન્ડ કોમ્યુનિકેશન ઇંગ્લિશ |
2013 | એમસીએ ફાઇવ યર ઇન્ટિગ્રેટેડ | 2013 | ડિઝાસ્ટર મેનેજમેન્ટ |
માસ્ટર ઓફ અર્બન પ્લાન | પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ એન્વાયરમેન્ટ | ||
PG CERTI ( પ્રાહત) | 2014 | ઇન્ડિયન ડાયસપોરા એન્ડ કલ્ચરલ્ડ એમફિલ | |
પી.જી.ડી.એમ.એલ.ટી | એમફીલ લાઇબ્રેરી સાયન્સ | ||
2015 | એડવાન્સ ડિપ્લોમા ઇન બેન્કિંગ | એમફીલ મનોવિજ્ઞાન | |
એન્ડ ઇન્સ્યોરન્સ | B.VOL/CC ના અભ્યાસ | ||
B.PED | હ્યુમન રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ | ||
2017 | NSS નો અભ્યાસક્રમ | 2015 | ક્લાસિકલ લેંગ્વેજ ઇન્ડિયન લેંગ્વેજ |
2020 | એમ.એસ.સી ઇન્ટિગ્રેટેડ કેમેસ્ટ્રી | કરિયર ઓરીટેઇન્ડ કોર્સ ટુરિઝમ મેનેજમેન્ટ | |
એમ.એસ.સી ઇન્ટિગ્રેટેડ લાઈફ સાયન્સ | 2016 | સ્કીલ બેઝિક આઈટીઆઈ કોર્સ | |
2021 | NCCના તમામ વિદ્યા શાખામાં અભ્યાસ | 2017 | એમફિલ લાઇફ સાયન્સ |
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર | પી.જી.ડી.સી.એ | ||
ફાયર અને સેફ્ટીનો અભ્યાસક્રમ | 2018 | એમફિલ મેથેમેટિક્સ | |
એમમફિલ સોશિયલ વર્ક |
યુનિ.માં છાત્રોને સારુ પ્લેસમેન્ટ ન મળતાં સંખ્યા ઘટી છે. : એક્સપર્ટ
યુનિવર્સિટીના એક્સપર્ટ નામ ન આપવાની શરતે યુનિ.ના અભ્યાસ અંગે જણાવ્યું કે નવા નવા અભ્યાસક્રમનું બાળ મરણ થઇ રહ્યું છે.યુનિવર્સિટીમાં જે અભ્યાસક્રમ ચાલુ છે તેમાં પણ સતત સંખ્યા ઓછી થતી જાય છે. તેની પાછળ મુખ્યત્વ અભ્યાસક્રમ ચાલુ થયા પછી તેમાં પાસ થયેલ વિદ્યાર્થીઓમાંથી કેટલાને સારી નોકરી મળી ? આજકાલ પ્લેસમેન્ટએ સંસ્થાની સફળતાનો મુખ્ય માપદંડ છે.જેમાં પાટણ યુનિવર્સિટી સારો દેખાવ કરી શકી નથી.એક સમય યુનિ.માં સારી કંપની પ્લેસમેન્ટ માટે આવતી હતી.કંપનીઓ માર્કશીટ જોઈને નહિ સ્કિલ જોઈને નોકરી રાખે છે.
જેમાં યુનિવર્સિટી પાછી પડી છે. આ કડવું સત્ય સ્વીકારવું પડે એમ છે.આજ કાલ પાટણ યુનિવર્સિટીમાં એકેડેમિક વિકાસને બદલે માત્ર ભૌતિક વિકાસ ઉપર ભાર મૂક્યો છે. સરકારના ધ્યાને આ વાત પહોંચી છે. સરકારે ચિંતા પણ કરી છે. આવી સ્થિતિમાં કેટલાક સારા અધ્યાપક યુનિવર્સિટી છોડી ગયા તો કોઈએ વહેલી નિવૃત્તિ લીધી છે. ટૂંકમાં યુનિવર્સિટી કેમ્પસનો વહીવટી માહોલ સુધરે તો યુનિવર્સિટીમાં શિક્ષણ, સંશોધનને વિશેષ મહત્વ આપે તે જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.