ગુજરાત વિધાનસભાની આગામી તા. 1 ડીસેમ્બર અને 5 ડિસેમ્બરના રોજ બે તબકકામાં યોજાનાર ચૂંટણી જંગમાં ઝંપલાવનારા ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે પાટણ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે રાજકીય અને બિનરાજકીય ઉમેદવારો દ્વારા કુલ 20 ફોર્મ ભરાયાં હતાં. ચૂંટણી માટે અંતિમ દિવસે રાજકીય તેમજ બિનરાજકીય પક્ષો દ્વારા ભરવામાં આવેલા ઉમેદવારી પત્રોની શુક્રવારના રોજ પાટણ મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું
ફોર્મ ચકાસણી દરમિયાન 18-પાટણ વિધાનસભા બેઠક પરના 20 ફોર્મ પૈકી ભાજપ-કોંગ્રેસના એક એક ડમી ઉમેદવારના ફોર્મ રદ્ કરવામાં આવ્યાં હતા. તો અલકાબેન પટેલ નામના અપક્ષ ઉમેદવાર દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા હવે પાટણ વિધાનસભા બેઠક પર કુલ 17 ફોર્મ માન્ય રહ્યા હોવાનું ચૂંટણી અધિકારી મિતુલ પટેલે જણાવ્યું હતું. ફોર્મ પરત ખેંચવાની આગામી તા. 21 મી નવેમ્બર અંતિમ હોય ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ સુધીમાં ક્યાં ક્યાં ઉમેદવાર પોતાના ફોર્મ પરત ખેંચશે ત્યારબાદ જ પાટણ વિધાનસભાની ચૂંટણીનુ ચિત્ર સ્પષ્ટ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.