તેજસ રાવળ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતો ઓર્ગેનિક અને કુદરતી ખેતી ક્ષેત્રે આગળ વધે માટે ખેતી અને પશુપાલન ક્ષેત્રમાં નવા સંશોધન થાય માટે સરકારની ગ્રાન્ટમાંથી વડાલીના ખેડબ્રહ્મા કેમ્પસ ખાતે ઉ.ગુ.માં બની રહેલ સૌપ્રથમ ઓર્ગેનિક ફાર્મિંગ રિચર્સ સેન્ટર નવા વર્ષમાં શરૂ કરવામાં આવનાર છે.જેના માટે સેન્ટરની બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.તેમજ જરૂરી કાગળોની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
યુનિવર્સિટીની નવી શાખા વડાલીના ખેડબ્રહ્મા કેમ્પસમાં 6.50 કરોડના ખર્ચે ઓર્ગેનિક રીસર્ચ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે.જે વર્ષ 2023માં નવીન શૈક્ષણિક વર્ષથી જ શરુ થાય માટે ગત ઓક્ટોમ્બર માસથી પૂરજોશમાં બાંધકામની કામગીરી ચાલી રહી છે.અંદાજે 6 માસમાં જ ઓર્ગેનિક ફાર્મિંગ સેન્ટર બનાવીને શરૂ કરવા માટે આયોજન શરૂ કરી દેવામાં આવ્યા છે.
કેમ્પસ ડાયરેક્ટર ડૉ.રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે ખેતી ક્ષેત્રે સંશોધન માટે રાજ્યમાં પ્રથમ રિસર્ચ સેન્ટર હશે.જેમાં પ્રાકૃતિક ખેતીના માસ્ટર ડિગ્રી અને પીએચડી સુધીના અભ્યાસક્રમો સાથે ઓર્ગેનિક અને કુદરતી ખેતી અંગે નવા સંશોધન થશે. ઉપરાંત જમીનમાં ફળદ્રુપતા જળવાય, જમીન અને હવામાન અનુકૂળ નવા પાક અંગે ટેસ્ટિંગ સહિતની કામગીરી થશે.
ખેડૂતો સાથે પશુપાલકોને ઉપયોગી પશુઓનું દૂધ ઉત્પાદન, પાલન પોષણની નવી તકનીકો, ઓર્ગેનિક ખેતી કરવા માટેની તાલીમ, જૈવિક ખાતર ઉપયોગની પદ્ધતિ અને તેના ફાયદાઓ તમામ બાબતો અંગે તાલીમ અપાશે. રિસર્ચ સેન્ટરમાં થતા સંશોધનો ખેતીક્ષેત્ર ફક્ત ઉત્તર ગુજરાત નહીં ગુજરાતના ખેડૂતોને લાભ મળશે.
ઓર્ગેનીક ફાર્મીંગ રિચાર્જ સેન્ટરમાં આ કામગીરી થશે
અંદાજે 2205 ચો.મી.માં અધતન ફૂલ ફર્નિચર ભૌતિક સુવિધાઓ વાળો બે માળનો ભવન જેમાં જમીન અને પાણી અંગેના સંશોધનની લેબ ,ઓર્ગેનિક ફાર્મિંગ રીસર્ચ લેબ અને ટિશ્યૂ કલ્ચર લેબ તેમજ અલગ-અલગ કેન્દ્રો અને વિદ્યાર્થીઓ માટે 6 વર્ગખંડો , ખેડૂતો માટે તાલીમ ભવન હશે.તેવું બાંધકામ વિભાગના એન્જિનિયર વિપુલભાઈ સાંડેસરાએ જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.