• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Order To Pay Simple Imprisonment For One Year 12 Lakhs To Person Of Kamboi And Chandramana On Return Of Check Of Partnership Firm Account.

કોર્ટનો હુકમ:કંબોઇ અને ચંદ્રુમાણાના વ્યક્તિઓની ભાગીદારીની પેઢીના હિસાબનો ચેક રીટર્ન થતાં ચંદ્રુમાણાના વ્યક્તિને એક વર્ષની સાદી કેદ-12 લાખ ચૂકવવા હુકમ

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામના મૂળ વતની અને હાલ મહેસાણા ખાતે ધંધાર્થે રહેતા જોષી કીર્તિ કુમાર માધવલાલ અને પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામના દવે મહેન્દ્રકુમાર માણેકલાલ દ્વારા ભાગીદારી થી હારીજ ગંજ બજારમાં પેઢી શરૂ કરી હતી અને ભાગીદારો એ અન્ય કારણોસર 2018માં હારીજ ખાતેની પેઢી બંધ કરી હતી. જેનો 6,00,000 લાખ રૂપિયાનો હિસાબ પેઢીના ભાગીદાર કીર્તિ કુમાર જોશીને મહેન્દ્રભાઈ દવે પાસે લેવાના નીકળતા હોવાથી કિર્તીભાઈ દ્વારા માંગણી કરાતા મહેન્દ્રભાઈ દવે 6 લાખનો ચેક આપ્યો હતો જે ચેક ખાતામાં પૈસા નહીં હોવાના કારણે રિટર્ન થતા કિર્તીભાઈ જોશી એ મહેસાણા કૉર્ટમાં મહેન્દ્રભાઈ દવે સામે ફરિયાદ દાખલ કરી હતી. જેની સુનાવણી ફરિયાદી પક્ષના વકીલ જી.આર ચૌહાણ દ્વારા ધારદાર દલીલો કરાતા મહેસાણા કોર્ટના જજ કે એન સરવૈયાએ મહેન્દ્રભાઈ દવે ને એક વર્ષની કેદ અને વળતર સહિત 12 લાખ ચૂકવવાનો આદેશ કરાતા પાટણ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...