વળતર ચૂકવવા આદેશ:ઝેરી સાપ કરડવાથી મોતના કિસ્સામાં અકસ્માત અને આરોગ્ય પોલીસીના વીમાનો ક્લેઈમ ચૂકવવા આદેશ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રામપુરાના વીમેદારનું એક વર્ષ અગાઉ ઝેરી સાપ કરડવાથી મોત નીપજ્યું હતું

પાટણ જિલ્લાના રામપુરા ગામના એક વ્યક્તિ નું એક વર્ષ અગાઉ ઝેરી સાપ કરડવાથી મોત નીપજ્યું હતું પરંતુ વીમા કંપની દ્વારા વળતર ચૂકવવામાં ન આવતા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં આ અંગે દાદ માગી હતી. આ કેસ ચાલી જતા અરજદારને 9 ટકા સાદા વ્યાજ સાથે રૂપિયા 7 લાખ વળતર ચૂકવવા આદેશ કરાયો હતો.

રતનબેન પ્રતાપજી ઠાકોર સ્ટાર હેલ્થ એન્ડ એલાઇટ ઇન્સ્યોરન્સ લિમિટેડ મહેસાણા પાસેથી એકસીડન્ટ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી રૂપિયા 7 લાખની ધરાવતા હતા. જેનું રૂ. 1197 પ્રીમિયમ હતું. વીમા પોલિસી લીધા બાદ રતનબેન ઠાકોરના પતિ 8 ઓગસ્ટ 2021ના રોજ રાત્રે તેમના ખેતરમાં બનાવેલા ઢાળીયા માં સુતા હતા તે વખતે ઝેરી સાપ કરડી જતાં પગ કાળો પડી ગયો હતો જેઓનું ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું ઓપરેશન પછી 20 ઓગસ્ટે રજા આપી હતી. 4 સપ્ટેમ્બર 2021ના રોજ તેઓનું મૃત્યુ થયું હતું.

વિમાકલેમ કરતા વીમા કંપની દ્વારા કાગળ કવેરી દૂર થઈ નથી તેવા કારણસર ક્લેમ નામંજૂર કર્યો હતો જેને પગલે તેમણે પાટણના વકીલ દર્શક ભાઈ ત્રિવેદી મારફતે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન પાસે દાદ માંગી હતી.વકીલ ડી.એન.ત્રિવેદીની દલીલો બાદ કમિશનના પ્રમુખ એનપી ચૌધરીએ અરજદારને રૂ. 7,00,000 અરજી તારીખથી 9 ટકા સાદા વ્યાજ સાથે ચૂકવવા ઉપરાંત રૂ. 10000 ખર્ચ અને રૂ. 5000 માનસિક ત્રાસના ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો હતો.સભ્યો સી.એસ.બ્રહ્મભટ્ટ અને વાસંતી બેન હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...