તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:સિમેન્ટ અને લોખંડના ભાવ વધારા મુદ્દે પાટણ બિલ્ડર્સ એસોસિએશનનો વિરોધ

પાટણ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાટણની 50થી વધુ સાઈટ બંધ રાખી, કામદારોને દિવસનું મહેનતાણું અપાયું
 • જિલ્લા બિલ્ડર્સ એસોસિએશને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ભાવ ઘટાડવા માંગ કરી

રાજ્યમાં સિમેન્ટ અને સ્ટીલની કિંમતમાં કંપનીઓ દ્વારા ભાવ વધારો કરતા તેના વિરોધમાં પાટણ બિલ્ડર એસોસિએશન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી એક દિવસ સાઈડ બંધ રાખી ભાવ વધારા સામે વિરોધ નોંધાવ્યો હતો. પાટણ જિલ્લા બિલ્ડર્સ એસોસિએશન દ્વારા સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા કાર્ટલ કરી ભાવોમાં વધારો કરવામાં આવતા તેના વિરોધમાં શુક્રવારે શહેરના બિલ્ડર્સ એકત્ર થઇ કંપનીઓ સામે વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર સમક્ષ કંપનીઓ ભાવ ઘટાડો કરે તે માટેની કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

તો સમગ્ર દિવસ વિરોધમાં શહેરમાં ચાલતી તેમની 50 થી વધુ બાંધકામની સાઈડ બંધ રાખવામાં આવી હતી. પરંતુ મજૂરોને તેમની મહેનતાણું આપવામાં આવ્યું હતું. જિલ્લા બિલ્ડર્સ એસોસિએશન ચેરમેન હિતેશ પટેલ, પ્રમુખ દિલીપ.એ. પટેલ, મંત્રી સુનિલ.ડી. પટેલ, યતીન ગાંધી, ગોરધનભાઈ ઠક્કર સહિતના શહેરના મોટા બિલ્ડર્સ હાજર રહ્યા હતા. બિલ્ડર્સ એસોસિએશન ચેરમેને જણાવ્યું હતું કે શહેરમા હાલમાં 100 થી વધુ બિલ્ડર્સનની 55 થી વધુ સાઈડો શહેર સહીત આસપાસના વિસ્તારોમાં ચાલી રહી છે.જેમાં બંઘના પગલે આ સાઈડો પર એક દિવસ કામકાજ બંધ રખાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો