તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:પાટણના આનંદ સરોવરમાં CM અને PMનાં બેનર નાખી કોંગ્રેસનો વિરોધ

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આનંદ સરોવરમાં ગટરનાં ગંદા પાણી ઠલવાતાં કોંગ્રેસનો કાર્યક્રમ
  • નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીના ફોટાવાળાં બેનર પાણીમાં પધરાવ્યાં

પાટણના આનંદ સરોવરમાં ગટરનાં ગંદા પાણી ઠલવાતાં વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફોટા સાથેનાં બેનર ગંદા પાણીમાં પધરાવ્યા હતા. પાટણ ખાતે આનંદ સરોવર શહેરીજનો માટે આનંદદાયક સ્થળ હોવા છતાં પાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરના ગટરના ગંદા પાણી તેમાં ઠાલવવામાં આવી રહ્યા હોઈ તેમજ આનંદ સરોવરની સાફ સફાઈ કરવામાં ન આવતા સરોવર ગંદુ બન્યું હોવાના આક્ષેપો સાથે કોગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જેમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા આનંદ સરોવરમાં ભરાયેલ ગટરના ગંદા પાણીમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો વાળા બેનર હાથમાં રાખી ભારે સૂત્રોચ્ચાર બાદ ગટરના ગંદા પાણીમાં પધરાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભરત ભાટિયા સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...