તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચર્ચાનો વિષય:પાટણ પાલિકામાં 3.98 કરોડના ટેન્ડરની શરતોમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાતાં વિપક્ષે વાંધો દર્શાવ્યો

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણીની ટાંકી અને પાણીની પાઈપલાઈન સહિતના કામો માટેનું ટેન્ડરીગ કરાયું હતું

પાટણ શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણીની ટાંકી અને જુદા જુદા વિસ્તારમાં પાણીની પાઈપલાઈન સહિતના કામો રૂ.3.98 કરોડના ખર્ચે કરનાર છે પરંતુ આ માટે ટેન્ડરની શરતોમા છેલ્લી ઘડીએ ફેરફાર કરાતાં સત્તાપક્ષના સભ્યોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે આ મામલે વિપક્ષ નેતા ભરત ભાટીયા દ્વારા પાલિકામાં લેખિતમાં વિરોધ અને વાંધો દર્શાવ્યો હતો

પાલિકા દ્વારા વોટર વર્કસ શાખા મારફત રૂ.3.98 કરોડનું ટેન્ડર ગત 6 ઓગસ્ટે કર્યું હતું અને 23 ઓગસ્ટ છેલ્લી તારીખ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ સારી કંપનીઓ આવે તે માટે ટેન્ડરમાં શરતો નક્કી કરી હતી પરંતુ તેમાં છેલ્લી ઘડીએ કેટલીક શરતો કાઢી નાખી હતી. આવું સંપર્કવાળી એજન્સીને કામ આપવા માટે કરાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક સભ્યના જણાવ્યા મુજબ પાણી પુરવઠા સમિતિના ચેરમેને પણ આ શરતોમાં ફેરફાર કરવાની તરફેણ કરી ન હતી તેમ છતાં સત્તાધીશો દ્વારા ફેરફાર કરાતા તેને સવાલ ઉઠાવી રહ્યા છે.

આ અંગે પાલિકાના વહીવટી સૂત્રોએ તંદુરસ્ત સ્પર્ધા થાય તે માટે શરતો હળવી કરવા સાથે બદલાવ કર્યાનો બચાવ કર્યો હતો. શુક્રવારે પાલિકાના વિપક્ષના નેતા ભરત ભાટીયા દ્વારા શરતોમાં ફેરફાર અંગે લેખિતમાં વાંધો રજૂ કર્યો હતો. જણાવ્યું છે કે 15 લાખ લિટરની ટાંકી બનાવવાની થાય છે જ્યારે તેની સામે ૧૩૦ લાખ લીટરની ઊંચી ટાંકી તથા સંપૂર્ણ કામ પૂર્ણ કરેલ અને ૧૧૦ લાખ લિટરનું કામ સળંગ હોવું જોઈએ તેવું માંગેલ છે.જે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નિયમ અનુસાર જણાતું નથી. પાલિકાએ નવેસરથી ટેન્ડર કરવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...