પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ પોતાના અંગત કામ માટે નગરપાલિકાની ગાડીનો ઉપયોગ કરવા બદલ રૂ 400 ની રકમ ભરપાઈ કરવાની ફરજ પડી હતી. મહિલા પ્રમુખે કારના કરેલા ઉપયોગ અંગે વિપક્ષના નેતા દ્વારા આરટીઆઈ કરવામાં આવી હતી. જો કે, આરટીઆઈની માહિતી અપાય તે પહેલા જ પ્રમુખે સામેથી કારનો ઉપયોગ કરવા બદલ 400 રૂપિયા પાલિકામાં ભરી દીધા હોવાનું જાણવા મળ્યું છે.
પાલિકાની ગાડીનો પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગાડી ફેરવતા હોવાનું વિરોધ પક્ષના ભરત ભાટીયાને ધ્યાને આવતા તેઓએ વાહન શાખામાં આરટીઆઇ(RTI) મારફતે માહિતી માંગી હતી. જેની જાણ પ્રમુખને થતા જ તેઓએ પોતાની જાતે જ નિવેદન આપી સામેથી પૈસા ભરી દીધા હતા.
આમ પાલિકાની ગાડીનો પોતાના અંગત કામ ખાતર ઉપયોગ કરવા બદલ પાલિકા પ્રમુખને રૂપિયા 400 ભરવાની ફરજ પડી હતી. પાટણ નગરપાલિકાની ગાડીઓનો દુરુપયોગ ના થાય તે માટે આગામી સામાન્ય સભામાં વાહન શાખાના ચેરમેન મોહમ્મદ હુસેન ફારૂકીએ પાલિકા પ્રમુખ સહિત ના તમામ વાહનો માં જીપીએસ સિસ્ટમ લગાવવા પણ યાદી આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.