નોટિસ:બ્રહ્માકુમારી રોડ પર 3 માસ પહેલાં બનાવેેલી દીવાલ વરસાદમાં પડી જતા ભ્રષ્ટાચારનો વિપક્ષનો આક્ષેપ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કન્સલ્ટન એજન્સી અને એન્જિનિયરને ચીફ ઓફિસરે નોટિસ આપી

ત્રણ માસ અગાઉ પાટણ શહેરમાં બ્રહ્માકુમારી રોડ પર નગર પાલિકા દ્વારા બનાવવામાં આવેલી દીવાલ સામાન્ય વરસાદમાં ધરાસાઈ થતાં વિપક્ષે ભ્રષ્ટાચારની દીવાલ બની હોવાનો આક્ષેપ કર્યો હતો અને કોન્ટ્રાક્ટર પાસેથી ચૂકવેલું બિલ પરત લેવા માટે માગણી કરી હતી કોન્ટ્રાક્ટર બીલ પરત ન કરે તો તેની સામે પગલાં લેવા માગ કરી હતી. દીવાલ પડતા ચીફ ઓફિસરે કન્સલ્ટન એજન્સી અને એન્જિનિયરને નોટિસ ફટકારી છે.

પાટણ શહેરમાં બ્રહ્માકુમારી રોડ પરથી પસાર થતી કેનાલ પર નગરપાલિકા દ્વારા 14માં નાણાપંચની ગ્રાન્ટ માંથી આશરે ત્રણેક માસ અગાઉ રૂ.15 લાખના ખર્ચે દીવાલ બનાવવામાં આવી હતી આ દીવાલ સામાન્ય વરસાદમાં ધરાસાઈ થઈ છે. ત્યારે પાલિકાના વિરોધ પક્ષના નેતા ભરતભાઈ ભાટીયા એ સ્થળ મુલાકાત કરી હતી અને આ દીવાલને ભ્રષ્ટાચારની દીવાલ ગણાવી હલકી ગુણવત્તાવાળી દીવાલ બનાવવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો

તેમજ તેમણે આ દીવાલનું કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવેલું બિલ પરત લેવા માટે માગણી કરી હતી અને બિલ પરત ન આપે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે કોન્ટ્રાક્ટર પર પગલાં લેવા માગ કરી છે. તેમણે આ બાબતે લેખિત રજૂઆત કરવાની પણ તૈયારી બતાવી હતી.ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ કેનાલ સપોર્ટિંગ દીવાલ હતી તે વરસાદના કારણે પડી જતા કન્સલ એજન્સી અને એન્જિનિયર ને નોટિસ આપવામાં આવી છે. તેમજ ડિઝાઇન મંજૂર કર્યા બાદ જ નવી દીવાલ બનાવી આપવા માટે કન્સલ્ટન એજન્સી ને સૂચના આપી છે.

અન્ય સમાચારો પણ છે...