તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:વીજ બિલ ભારણ ઘટાડવા સોલાર પાવર ઉપયોગનો અભિપ્રાય

પાટણએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 30 માર્ચે પાલિકાની સામાન્ય સભામાં અગાઉની જેમ ખર્ચમાં કાપ અને આવકમાં વધારો દર્શાવાય તેવી શક્યતા

પાટણ નગરપાલિકાનું વર્ષ 2021- 22નું સામાન્ય અંદાજપત્ર તેમજ 2020 -21નું સુધારેલું પુરવણી બજેટ 30 માર્ચના રોજ પાલિકાની સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે. આ માટેના બજેટ ડ્રાફ્ટમાં ચાલુ સાલે પણ રૂ.13 કરોડ 16 લાખ જેટલી ખાદ્ય દર્શાવવામાં આવી છે. જો કે ખાદ્ય વાળું બજેટ મંજૂર કરી શકાતું ન હોવાથી સામાન્ય સભામાં અગાઉની માફક ખર્ચમાં કાપ અને આવકમાં વધારો દર્શાવી પુરાંતવાળું અંદાજપત્ર મંજુર કરવામાં આવશે એવા નિર્દેશ મળી રહ્યા છે. પાલિકાના હિસાબ વિભાગના આંકડાની તારીજ મુજબ 1 અબજ 37 કરોડ 83 લાખ 99257 સંભવિત આવક થશે. તેની સામે સંભવિત ખર્ચ 1 અબજ ૫૧ કરોડ થી વધારે થશે .

નગરપાલિકાની વિવિધ શાખાઓમાં આવક કરતા નિભાવણી ખર્ચ વધારે હોય છે જેના કારણે ભૂગર્ભ ગટર સેવા, પાણી પુરવઠા, સ્ટ્રીટ લાઈટ, સફાઈ વગેરેમાં લોકો પાસેથી લેવામાં આવતો વેરો અપૂરતો હોવાથી વેરામાં વધારો કરીને આ સેવાઓ સ્વનિર્ભર કરવા માટેના અભિપ્રાય શાખાઓ દ્વારા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત પાલિકાના સ્વભંડોળમાંથી વિકાસના કેપિટલ કામોમાં પણ કાપ મૂકવા, પાલિકામાં આવકના કાયમી સ્ત્રોત ઉભા કરવા વિકાસના કામોમાં લોક ભાગીદારીનો અભિગમ અપનાવવા, સરકારના અભિગમ મુજબ સો ટકા ઈ-ગવર્નન્સ પદ્ધતિથી વહીવટ કરવા સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નગરપાલિકાનું પાણી પુરવઠા ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઈટનું વાર્ષિક વીજળી વપરાશ બીલ રૂ. 8 કરોડથી વધારે આવી રહ્યું છે તેને લઈ શક્ય તેટલો સોલર પાવર ઉપયોગમાં લાવવા માટે પણ અભિપ્રાય અપાયો છે.

બજેટના કદમાં ગયા વર્ષ કરતાં ઘટાડો
નગરપાલિકાની આવક અને ખર્ચના અંદાજ જે ડ્રાફ્ટમાં દર્શાવવામાં આવ્યા છે તેમાં બજેટનું કદ 1 અબજ 37 કરોડ 83 લાખ રૂપિયા થાય છે. ગયા વર્ષે બજેટ 1 અબજ 42 કરોડ 51 લાખ રૂપિયા હતું. જેમાં ચાલુ સાલે ઘટાડો દર્શાવવામાં આવ્યો છે. આ બજેટની તૈયાર બુકમાં મહેસુલી ગ્રાન્ટ યોજનાકીય ગ્રાન્ટમા ઘટાડો દર્શાવવામાં આવ્યો છે.

સરકારી આવકમાં ઘટાડો થશે
નગરપાલિકા દ્વારા વર્ષ 2020- 21 ના અંદાજપત્રમાં સરકાર દ્વારા મદદની આવક રૂપિયા 60 કરોડ 37 લાખ દર્શાવવામાં આવી હતી તેની સામે ચાલુ સાલે 42 કરોડ 66 લાખ જેટલી દર્શાવવામાં આવી છે એટલે કે તેમાં આવક ઓછી થતાં સરકારી પ્રવૃત્તિઓ ઓછી થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો