તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ધારપુર કોવિડ લેબમાં 2 શિફ્ટમાં કામગીરી

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વધુ 8 ટેકનિશિયન આપવા રજૂઆત રાજ્યના હેલ્થ કમિશનરે મંજૂર રાખી

પાટણ ખાતે ધારપુર સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ઉત્તર ગુજરાતની સૌપ્રથમ કોવિડ પરીક્ષણ લેબમાં મંગળવારે 350 જેટલા સેમ્પલ ટેસ્ટિંગ માટે આવ્યા હતા.ગયા ફેબ્રુઆરી પછી માર્ચમાં ધરખમ વધારો થયો છે. ફેબ્રુઆરીમાં માંડ ૫૦ થી ૬૦ સેમ્પલ આવી રહ્યા હતા જેમાં દર્દી ના રિપોર્ટ નેગેટીવ આવી રહ્યા હતા. વર્તમાન સમયમાં કેસમાં ઉછાળો આવતાં લેબમાં વધુ ચાર ટેકનિશિયન આપવા રાજ્ય સરકારમાં માગણી કરી છે જેને આરોગ્ય કમિશનર દ્વારા મંજૂર રાખી છે.

ધારપુર લેબના ઇન્ચાર્જ અને મેડિકલ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના અધ્યક્ષ ડો. વિપુલ ખખરના જણાવ્યા મુજબ લેબ શરૂ કરી ત્યારે રોજના ૨૦૦ ટેસ્ટ કરવાની ક્ષમતા હતી પરંતુ તેનાથી વધુ ટેસ્ટ થયા હતા. ગયા વર્ષે વધુમાં વધુ 700 ટેસ્ટ થઈ શક્યા હતા જેના માટે સવારે આઠ વાગ્યાથી કામગીરી શરૂ કરી રાત્રે અઢી વાગ્યા સુધી ચાલી હતી.હાલમાં સરેરાશ ૩૫૦ આસપાસ સેમ્પલ આવી રહ્યા છે જેમાં સવાર અને બપોરની બે શિફ્ટમાં ટેસ્ટિંગ કામગીરી થઇ રહી છે જેમાં 8થી 9 ટેકનિશિયન ,1 ટ્યુટર અને ડીપાર્ટમેન્ટ હેડ ની ટીમ આ કામગીરી બંને શિફ્ટમાં સંભાળી રહી છે.

હાલમાં જે પ્રમાણે કેસ વધી રહ્યા છે તેને લઈ સોમવારે રાજ્યના હેલ્થ કમિશ્નર દ્વારા વિડીયો કોન્ફરન્સ કરી હતી જેમાં વધતા જતા કેસ સામે સ્ટાફની અછત હોય તો તેની જાણકારી માંગી હતી જેમાં પાટણ લેબમાં વધુ ચાર ટેકનિશિયનની માંગણી કરી છે અને તેમણે ઓકે પણ કર્યું છે. આ માટે કલેકટર અને મેડિકલ કોલેજના ડીનને સત્તા આપી છે. હાલમાં માત્ર પાટણ જિલ્લાના સેમ્પલ ટેસ્ટ માટે આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો