તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં આજે કોરોનાનો માત્ર એક જ કેસ નોંધાયો, ચાર દર્દીઓએ કોરોનાને હરાવ્યો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં કુલ કેસનો આંકડો 10 હજાર 656 પર પહોંચ્યો

પાટણ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ નાબુદ થવાના આરે છે. કોરોનાએ બીજી લહેરમાં હાહાકાર મચાવ્યા બાદ હવે તે ખૂદ હારી રહ્યો છે. આજે જિલ્લામાં માત્ર એક જ કેસ સામે આવ્યો છે. જ્યારે ચાર દર્દીઓએ કોરોનાને માત આપી છે.

પાટણ જિલ્લામાં મંગળવારે કોરોનાનો માત્ર એક જ કેસ સામે આવતાં જિલ્લાવાસીઓએ રાહત અનુભવી હતી. જ્યારે જિલ્લામાં કોરોનાનો કુલ આંક 10 હજાર 656 પહોંચ્યો છે. આજે ચાર સંક્રમિત દર્દીઓ સ્વસ્થ બન્યા છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 108 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 16 દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. જ્યારે 1022 દર્દીઓનાં સેમ્પલ પેન્ડીગ રાખવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...