તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:રસીમાં કાપ મુકતાં માત્ર 5309 વેક્સિન અપાઈ, આજે રસીકરણ બંધ રહેશે

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બગવાડા દરવાજા ખાતે રસી ખૂટી પડતાં બપોરે જ કેન્દ્ર બંધ કરી દેવું પડ્યું

પાટણ જિલ્લાને રસીના ડોઝ પૂરતા મળતા નથી જેના કારણે વેક્સિનેશન ઓછું થઈ રહ્યું છે. ફરીથી રસીનો જથ્થો16000 ડોઝથી ઘટાડી 5670 ડોઝ કરી દેતા મંગળવારે માત્ર 5309 લોકોનુ જ રસીકરણ થયું હતું. 3 જુલાઈએ રસીના 10000 ડોઝ,4 જુલાઇએ 16000, 5 જુલાઇએ 7800 ડોઝ મળ્યા હતા. તેમાં કાપ મૂકી મંગળવારે માત્ર 5670 ડોઝ આપ્યા હતા.મંગળવારે 111 કેન્દ્રો પર માત્ર 5309 લોકોને રસી આપી હતી. વેક્સિનનો સ્ટોક મર્યાદિત હોવાથી પાટણ શહેરમાં બગવાડા દરવાજા ખાતે રસીનો જથ્થો ખૂટતા બપોરે 1:30 કલાકે સ્પોટ વેક્સિન કેન્દ્ર બંધ કરવું પડ્યું હતું.

જ્યારે પાટણ સિવિલમાં રસી લેવા માટે લોકોનો ઘસારો વધતા શિશુ મંદિર વેક્સિન કેન્દ્ર બપોરે બંધ કરી આ કેન્દ્રની ટીમને જનરલ હોસ્પિટલ ખાતે રસીકરણ માટે મોકલી હતી. બુધવારે મમતા દિવસના કારણે સગર્ભા માતા અને બાળકોનું રસીકરણ હોવાથી કોરોના પ્રતિરોધક વેક્સિન 1 દિવસ માટે બંધ રહેશે તેવુ પાટણ તાલુકા હેલ્થ ઓફિસર ડો.ગૌરાંગ પરમારે જણાવ્યું હતું.

પાટણમાં 813ને રસી અપાઈ
૧- બગવાડા 99
૨- વી.કે.ભૂલા 88
૩- આનંદ સરોવર 70
૪- ટીબી આરોગ્ય નીધી- 103
૫- ન્યુ રેડ ક્રોસ ભવન 85
૬- લીલીવાડી 74
૭- શિશુ મદિર - 73
8 -જનરલ હોસ્પિટલ 179
9- એ.પી.એમ.સી -60

અન્ય સમાચારો પણ છે...