• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Only 48% Of People Over The Age Of 45 Have Been Vaccinated In Two And A Half Months, 1.52 Lakh Out Of 3,22,375 People Have Been Vaccinated, 1.69 Lakh People Are Yet To Be Vaccinated.

રસીકરણ:અઢી માસમાં 45થી વધુ વયના 48% લોકોએ જ રસી લીધી, 3,22,375 લોકો પૈકી 1.52 લાખ લોકોએ વેક્સિન લીધી, હજુ 1.69 લાખ લોકોને રસી લેવાની બાકી છે

પાટણ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પાટણ જિલ્લામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ લોકોને રસીકરણ કેન્દ્ર સુધી લાવવામાં તંત્રને સફળતા મળી રહી નથી પરિણામે છેલ્લા અઢી માસથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવાની કામગીરી ચાલી રહી છે છતાં હજુ સુધી માત્ર 48 ટકા લોકોને જ વેક્સિનેશન થયું છે. 52% લોકોને હજુ રસી આપવાની બાકી છે.

1 લી માર્ચથી જિલ્લામાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાનો પ્રારંભ કર્યો હતો. કુલ 322375 લોકોને રસી આપવાની છે. પરંતુ અઢી માસમાં માત્ર 152977 લોકોએ જ પ્રથમ ડોઝ લીધો છે. હજુ 169398 લોકોએ રસી લીધી નથી. જ્યારે પહેલો ડોઝ લીધેલા 152977માંથી માત્ર 1773 લોકોએ બીજો ડોઝ લીધો છે. જોકે આ માટે વેક્સિન ની અનઉપલબ્ધિ વધારે કારણભૂત છે.

તાલુકાકુલપ્રથમ ડોઝબીજો ડોઝ
ચાણસ્મા32313160725841
હારીજ25158102303362
પાટણ701754834921154
રાધનપુર32459162374689
સમી2496097803118
સાંતલપુર2663069301557
સરસ્વતી41302165762933
શંખેશ્વર1568264982387
સિધ્ધપુર53696223057593
કુલ32237515297752634

મોટા સમાજ હજુ રસી લેવા માટે તૈયાર નથી

ચંદ્રુમાણા ગામે વેક્સિન સેન્ટરની મુલાકાતમાં જાણવા મળ્યા મુજબ સૌથી મોટો વર્ગ ખેતી સાથે સંકળાયેલ છે જેઓ રસી લેવા તૈયાર થતા નથી. એસ.સી સમાજમાં પણ આવી જ સ્થિતિ છે. અન્ય ગામોમાં પણ આવી જ સ્થિતિ છે. આરોગ્ય કાર્યકર અને આંગણવાડી કાર્યકરો સમજાવવા જાય છે પરંતુ લોકો રસી લેવા તૈયાર નથી. ચંદ્રુમાણા ના રુપાજી ઠાકોર જણાવે છે કે અમારા લોકો ખેતીમાં ખેતરમાં હોય છે એટલે મંદવાડ બહુ ઓછું આવે છે એટલે અમારે રસી લેવાની જરૂર નથી. રસી લીધા પછી બે-ત્રણ દિવસ બીમારીની અસર થતી હોય છે આ કારણથી પણ રસી લેવામાં આવતી નથી પિલુવાડા ગામના શિક્ષિત યુવાન રામજી ઠાકોર સાથે વાત કરતા તેમણે જવાબમાં એક વિડીયો મોકલ્યો હતો જેમાં એક કેપ્સ્યુલમાંથી લોખંડનો સ્ક્રુ નીકળતો દેખાય છે તેણે કહ્યું કે હું તો કદાચ રસી લઈ લઈશ પરંતુ બીજા લોકો માટે હું કઈ કહી શકતો નથી.

અન્ય સમાચારો પણ છે...