પાટણ કોરોના LIVE:જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો, આજે 23 કેસ નોંધાયા

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રીજી લહેરમાં હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું નથી
  • પાટણ, સાંતલપુર, રાધનપુર, સિદ્ધપુર અને હારીજ પંથકમાથી આજે નવા કેસ નોંધાયા

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 23 કેસ નોંધાયા હતા. જિલ્લામાં શુક્રવારે કોરોનાના નવા કેસની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, પાટણમાં 3, સાંતલપુર તાલુકામાં 8, રાધનપુરમાં 3, સિદ્ધપુરમાં 8 અને હારીજમાં 1 કેસ મળી જિલ્લામાં આજે કુલ 23 નવા કેસ નોંધાયા છે.

પાટણ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં તા 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 4548 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 4459 દદીઓ સાજા થયા છે. 66 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. 1741 લોકોના કોરોનાના ટેસ્ટ પેન્ડીગ હોવાની સાથે ત્રીજી લહેરમા હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...