તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:પાટણ જિલ્લામાં કોરોનાના ફકત 4 કેસ નોંધાયા, 37 લોકો સ્વસ્થ થઇ ઘરે રવાના થયા

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કુલ કેસનો આંકડો 10,636 પર પહોંચ્યો

પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેર વિદાય લીધી હોય તેમ લાગી રહ્યું છે. જેમાં આજે જિલ્લામાં કોરોનાના ફકત 4 કેસ નોંધાયા છે. તથા 37 લોકો સ્વસ્થ થઇ ઘરે રવાના થયા છે. તેમજ જિલ્લામાં કુલ કેસનો આંકડો 10,636 પર પહોંચ્યો છે.

42 દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ
શનિવારે કોરોનાના માત્ર 4 કેસ સામે આવતા જિલ્લાનો કુલ આંક 10636 પર પહોંચ્યો છે. તો 37 સંકમિત દર્દીઓ સ્વસ્થ બન્યા છે. તેમજ કુલ 108 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 42 દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યાં છે. અને 859 દદીઓનાં સેમ્પલ પેન્ડીગ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

પાટણ જિલ્લામાં શનિવારે નોધાયેલા કોરોના કેસની માહિતી આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે સાંતલપુર 1, સિદ્ધપુરમાં 2 અને રાધનપુર 1 કેસ સાથે જિલ્લામાં પોઝિટિવ કેસો 10,636 ઉપર પહોંચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...