પાટણ કોરોના LIVE:જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે માત્ર 5 કેસો નોંધાયા, 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

પાટણ6 મહિનો પહેલા
  • 1 જાન્યુઆરીથી અત્યાર સુધી કુલ 4496 કેસ નોંધાયા

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાંથી કોરોનાની ત્રીજી લહેર વિદાય લઇ રહી હોય તેવુ લાગી રહ્યું છે. જિલ્લામાં શનિવારે 13 અને રવિવારે 19 કેસ નોંધાયા બાદ આજે માત્ર 5 જ કેસ નોંધાયા છે. આમ જિલ્લામાં કોરોના સંક્રમણ કાબુમાં આવતાં તંત્ર અને જિલ્લાવાસીઓએ રાહતના શ્વાસ લીધા છે.

પાટણ જિલ્લામાં સોમવારે પ્રકાશમાં આવેલાં કોરોના પોઝિટિવ કેસોની વિગત આપતાં આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, પાટણમાં 1 સિદ્ધપુરમાં 1 અને હારીજ 3 કેસો મળી જિલ્લામાં કુલ 5 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાની ત્રીજી લહેરમા તા. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ 4496 પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમા 4292 દદીઓ સાજા થયા છે. 197 હોમ આઈશોલેશન છે. 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે 1894 લોકોના કોરોનાનાં ટેસ્ટ પેન્ડીગ હોવાની સાથે ત્રીજી લહેરમાં હજુ સુધી જિલ્લામાં એક પણ મૃત્યુ થયું ન હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...