તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્લ્ડ હેરિટેજ ખુલ્યું:પાટણની રાણકી વાવ પર્યટકો માટે આજથી ખુલી, ઓનલાઇન ઓફલાઈન ટીકીટની સુવિધા ઉપલબ્ધ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 45 દિવસ બાદ રાણકી વાવ ખુલતા પર્યટકોનો ઘસારો શરૂ થયો
  • કોરોના મહામારી દરમિયાન રાણકી વાવ બંધ રાખવામાં આવી હતી

સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે કોરોના રોગ વધુના ફેલાય તેના ભાગરૂપે સરકાર દ્વારા ખાસ પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં જાહેર સ્થળો ઉપર પ્રવાસીઓની અવર જવર પર રોક લગાવી દેવામાં આવી હતી. જે અંતર્ગત પાટણ વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ છેલ્લા દોઢ માસથી બંધ હતી. જે આજે બુધવારે સવારથી પર્યટકો માટે ખુલ્લી મુકી છે. જેમાં પ્રથમ દિવસે પર્યટકોનો ધીમા પગલે ઘસારો શરૂ થયો છે.

પ્રથમ દિવસે પર્યટકોનો ધીમા પગલે ઘસારો શરૂ
પ્રથમ દિવસે પર્યટકોનો ધીમા પગલે ઘસારો શરૂ

ઓનલાઈન 35 અને ઓફલાઇન 40 રૂપિયા ટીકીટ
છેલ્લા દોઢ માસ બંધ રહેલી વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ આજે બુધવારથી પર્યટકો માટે ખુલ્લું મુકવામાં આવી છે. જોકે સરકારની કોરોના ગાઈડલાઈન બાદ પર્યટકોએ વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ નિહાળી હતી. તો કેટલાક પ્રવાસીઓ યાદગારી માટે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. જેમાં હસમુખભાઈ પરમારે જણાવ્યું હતું કેરાણકી વાવમાં પ્રવેશ માટે ઓનલાઇન અને ઓફલાઈન ટીકીટની સુવિધા કરવામાં આવી છે. જેમાં ભારતીય પ્રવાસી માટે ઓનલાઈન 35 અને ઓફલાઇન 40 રૂપિયા ટીકીટ છે. જ્યારે વિદેશી માટે ઓનલાઈન 550 અને ઓફ લાઇન 600 રૂપિયા છે. જેથી પર્યટકો રાણકી વાવમાં પ્રવેશ કરવા માટે ઓનલાઇન અથવા ઓફલાઈન સુવિધા મારફતે ટીકીટ મેળવી શકશે.

રાણકી વાવ બંધ રહેતા અંદાજે 6 લાખથી વધુનું નુકસાન થવાનો અંદાજ
રાણકીવાવ ખાતે પ્રવાસીઓને ગાઈડ તરીકે કામ ગીરી કરતા જગદીશભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ માસથી અમારી રોજીબંધ હતી. તે ચાલુ થતા આનંદ થયો છે. હવે રોજી પણ મળશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ રાણકી વાવ બંધ રહેતા અંદાજે 6 લાખથી વધુનું નુકસાન થવાનો અંદાજ છે.

ઓફલાઈનના બદલે ઓનલાઇન ટિકિટમાં ડિસ્કાઉન્ટ મળે છે
રાણકી વાવણી ટિકિટના ભારતીય માટે 40 અને વિદેશી પર્યટકો માટે 600 રૂપિયા ટિકિટદર છે.પરંતુ જો ઓનલાઇન ટિકિટ બુક કરાવો તો ભારતીયોને 5 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે.અને વિદેશીઓને 50 રૂપિયા એટલે કે ઓનલાઇન 35 અને 550 રૂપિયા ટિકિટદર લેવામાં આવે છે.

એકપણવિદેશી પર્યટકો રાણકી વાવ નિહાળવા ન આવ્યો : સુત્રો
બંધ થયેલ રાણકી વાવ ફરી 6 જુલાઈએ શરૂ થઇ અને 2021 માં 15 એપ્રિલે ફરી બંધ કરાઈ હતી. રણકી વાવ 9 માસ જેટલો સમય શરૂ રહી હતી.પરંતુ વિદેશી ફ્લાઇટો બંધ હોઈ ઉપરાંત કોરોનાના ભયને લઇ એકપણ વિદેશી પર્યટકો આ વર્ષે રાણકી વાવ નિહાળવા આવ્યા જ ન હોવાનું રાણકીવાવના મેનેજમેન્ટ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...