તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવું સત્ર:માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મંગળવારથી ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ થશે

પાટણ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5614 શિક્ષકોને સજ્જ કરવા બ્રિજ કોર્સની ત્રિદિવસીય ઓનલાઇન તાલીમનો પ્રારંભ
  • પ્રથમ દિવસે શિક્ષકોના હાથ સેનેટાઈઝ કરી તાપમાન માપી શાળામાં પ્રવેશ અપાયો

પાટણ જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ વગર સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. જેમાં ધોરણ ત્રણથી આઠના છાત્રોને ઓનલાઇન શિક્ષણ આપવા માટે પ્રાથમિક શાળાઓના 5614 શિક્ષકોને સજ્જ કરવા માટે બ્રિજ કોર્સની ત્રિદિવસીય ઓનલાઇન તાલીમનો પ્રારંભ થયો હતો. તાલીમ બાદ માઈક્રોસોફ્ટ ટીમના માધ્યમથી 10 જૂનથી શાળાના બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવશે.

નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શાળાઓમાં માત્ર શિક્ષકો જ આવ્યા હતા. પ્રથમ દિવસે શિક્ષકોએ સેનેટાઈઝરથી હાથ સાફ કરી થર્મલ ગનથી તાપમાન ચેક કર્યા બાદ શાળામાં પ્રવેશ્યા હતા. પ્રાથમિક શાળાના શિક્ષકોએ ઓનલાઇન જ્ઞાનસેતુ તાલીમ લીધી હતી. જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવા માટે ધોરણ 11માં થી 12 માં આવેલા અને ધોરણ નવમાંથી 10માં આવેલા વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપો બનાવ્યા હતા. અને ધોરણ 10ના પરિણામ તૈયાર કરવા માટેની કામગીરી કરી હતી.

પાટણની એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલના આચાર્ય ધનરાજભાઇઠક્કરે જણાવ્યું હતું કે નવા શૈક્ષણિક સત્રમાં મંગળવારથી માધ્યમિક શાળાઓમાં ઓનલાઇન શિક્ષણકાર્ય નો પ્રારંભ થશે.

અન્ય સમાચારો પણ છે...