તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:પાટણમાં રાઇટ ટુ એજ્યુકેશન માટેની 772 જગ્યા માટે ઓનલાઈન 2214 ફોર્મ આવ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાઇટ ટુ એજયુકેશન હેઠળ 107 શાળાઓ કાર્યરત કરાઇ

રાજ્ય સરકારની સૂચના અને પરીપત્ર અનુસંધાને વર્ષ 2021-22નાં નવા શૈક્ષણિક સત્રમાં રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત પાટણ જીલ્લાની ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ માટે 772 જગ્યાઓ ફાળવવામાં આવી છે. જે પૈકી અત્યાર સુધીમાં પાટણના શિક્ષણ વિભાગને ઓનલાઇન 2214 ફોર્મ મળ્યા છે.

રાજ્ય સરકારના પ્રાથમિક વિભાગ દ્વારા રાઇટ ટુ એજયુ કે શન-આરટીઇ અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટેની યોજના કાર્યરત કરવામાં આવી છે. જે અંતર્ગત પાટણ જિલ્લામાં રાઇટ ટુ એજયુકેશન હેઠળ 107 શાળાઓ કાર્યરત કરાઇ છે જેમાં 772 જગ્યાઓ ફાળવવામાં આવી છે.

વર્ષ 2021-22નાં નવા શૈક્ષણિક સત્રમાં આરટીઆઇ અંતર્ગત ઓનલાઇન ફોર્મ ભરવાની શરુઆત થતાં અત્યાર સુધીમાં પાટણ જીલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીને કુલ 2214 અરજી ફોર્મ મળ્યા છે. અત્યાર સુધીમાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા 487 ફોર્મની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે આ કામગીરી આગામી તા.6 જુલાઇથી તા.10 જુલાઇ સુધી કાર્યરત રહેશે. ફોર્મ ચકાસણી પૂર્ણ થયા બાદ રાજય સરકાર દ્વારા પ્રથમ રાઉન્ડમાં બાળકોને શાળાઓ ફાળવવામાં આવશે તેવું જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ બીએન પટેલે જણાવ્યું હતું.

નોંધનીય છે કે, પાટણ શહેર અને જિલ્લામાં આવેલ ખાનગી શાળાઓમાં આરટીઇ અંતર્ગત ફાળવવામાં આવેલી જગ્યાઓ સામે ત્રણ ગણી અરજીઓ રજીરટ્રેશન થઇ હોવાનું જાણવા મળ્યું હતું.

ખાનગીમાં સંખ્યા ઘટતા 300 બેઠકો ઘટી
ગત વર્ષે પાટણ જિલ્લામાં અંદાજે 1100 બેઠકો પર ખાનગી શાળાઓમાં આર.ટી.ઇ અંતર્ગત બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આવર્ષે ખાનગી શાળાઓમાં નવીન પ્રવેશની સંખ્યા 30 ટકા ઘટી હોઈ બાળકોની સંખ્યા આધારિત આરટીઈ અતર્ગત બેઠકો ફાળવવામાં આવતી હોઈ 300 જેટલી બેઠકમાં ઘટાડો થઈ 772 ફાળવાઈ છે તેવુ આર.ટી.ઇ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રથમ રાઉન્ડમાં જગ્યા હશે તો બીજો રાઉન્ડ પડશે
આરઈટીઈ બિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ધોરણ-1માં જગ્યાઓ ભરવા પ્રથમ રાઉન્ડ પડશે. જ્યાં બેઠકો ખાલી રહેશે તો જ બીજો રાઉન્ડ પાડવામાં આવશે.

શાળા અને બેઠક
તાલુકાશાળાબેઠકો
પાટણ43389
સરસ્વતી859
સિધ્ધપુર27184
ચાણસ્મા1040
હારીજ424
સમી410
શંખેશ્વર14
રાધનપુર1052
સાંતલપુર310
કુલ107772
અન્ય સમાચારો પણ છે...