શિયાળાની કડકડતી ઠંડીનો લાભ લઇ તસ્કરો પાટણ જિલ્લામાં તરખાટ મચાવી રહ્યા છે.ત્યારે તસ્કરોને પકડવા માટે પોલીસે કમરકસી છે.પાટણ એલસીબીની ટીમે પાલનપુર તાલુકાના સામઢી ગામના શખ્સને પકડી પાડી મંદિર ચોરી કરતી ગેંગનો પદૉફાશ કર્યો છે. જેમાં સુણસર સહિત ચાર મંદિર ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
પાટણ એલસીબી પોલીસની ટીમે બાતમી આધારે પાલનપુર તાલુકાના સામઢી ગામના સેધુભા રતનસિંગ સોલંકીને પકડી પાડી સુણસર ગામે શક્તિમાતા વણઝારી માતાના મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. તેની પાસેથી પોલીસે ચાંદીના નાના-મોટા રૂ.9500ના 10 છતર, અલગ અલગ કંપનીના રૂ.20,000ના 9 એન્ડ્રોઇડ મોબાઇલ અને રોકડા રૂ.5000 એક રિક્ષા મળી કુલ રૂ.84,500નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. તેની પૂછપરછમાં સુણસર સહિત ચાર મંદિર ચોરીનો ભેદ ખુલ્યો હતો.
આ ચોરીમાં દિયોદર તાલુકાના નોખા ગામના સોમાજી જેહાજી ઠાકોર, સમી તાલુકાના દાદર ગામના પ્રતાપજી બળવંતજી ઠાકોર અને સામઢી ગામના પરેશ ઉર્ફે કાળુ મંગાભાઈ વાલ્મિકી નું નામ ખૂલ્યાં હતા તેવું એલસીબી પોલીસે જણાવ્યું હતું.
આરોપીએ કબુલાત કરેલ ગુનાઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.