સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે યોજાયેલા ગુજરાત સ્ટેટ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પાટણની સૃષ્ટિ પટેલે સ્વિમિંગમાં અલગ-અલગ છ સ્પર્ધામાંથી ચારમાં પ્રથમ અને બે સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંકે રહી એક સાથે છ મેડલ મેળવી પાટણનું ગૌરવ વધાર્યું છે. સૃષ્ટિ અગાઉ ખેલ મહાકુંભ પણ સ્વિમિંગમાં એકસાથે પાંચ મેડલ મેળવ્યા હતા.
પાટણ શહેરના ખોખરવાડા વિસ્તારમા રહેતા દીક્ષિત દિનેશભાઈ પટેલ ની દીકરી સૃષ્ટિએ સ્વિમિંગ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં વધુ એક સિદ્ધિ મેળવી છે. સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન દ્વારા રાજકોટ ખાતે યોજાયેલ ગુજરાત સ્ટેટ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વિવિધ તરણ સ્પર્ધાઓ યોજાઇ હતી. જેમાં સૃષ્ટિ દીક્ષિતભાઈ પટેલે અંડર 14 વર્ષમાં અલગ અલગ કુલ છ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં તેણીએ ચાર સ્પર્ધામાં પ્રથમ અને બે સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક મેળવી કુલ છ મેડલ મેળવ્યા હતા.
સૃષ્ટિ પટેલ અગાઉ પણ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ તેમજ નેશનલ કક્ષાએ અંડર-14 સ્પર્ધામાં અલગ-અલગ મેડલ મેળવી ચૂકી છે.સૃષ્ટિના કોચ કમલેશ નાણાવટી તેમજ પિતા દીક્ષિતભાઈ અને માતા દીપ્તિબેનના માર્ગદર્શન હેઠળ સ્વિમિંગમાં દરેક વખતે નવા નવા શિખરો સર કરી રહી છે.તેણી રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંકે આવતા આગામી સમયમાં નેશનલ કક્ષાની સ્પર્ધામાં ગુજરાત રાજ્ય તરફથી ભાગ લેશે. સૃષ્ટિએ ટૂંક સમયમાં જ વધુ છ મેડલ મેળવી સમગ્ર પાટણ શહેરનું નામ રોશન કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.