તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સિદ્ધપુરના ગાંગલાસણ નજીક એક મહિના પહેલા થયેલી લૂંટ મામલે વધુ એક આરોપી ઝડપાયો, અત્યાર સુધીમાં કુલ 4 આરોપી ઝડપાયા

પાટણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા બેંક કર્મચારી પાસેથી 1 લાખ 38 હજારની લૂંટ થઈ હતી

ટણના સિદ્ધપુરના ગાંગલાસણ પાસે એક મહિના પહેલા મહિલા બેંક કર્મચારી પાસેથી થયેલી રોકડ રકમની લૂંટ મામલે પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે.

સિધ્ધપુરથી ગાંગલાસણ વચ્ચે એક મહિના પહેલા બંધન બેન્કની મહિલા કર્મચારી લોન ધારકો પાસેથી રોકડ રૂ.1.38 લાખની રીકવરી કરીને બેગ નાણા મુકીને એકટીવા પર આવી રહ્યા હતા. ત્યારે ત્રણ બાઇક સવારે લુંટ ચલાવી હતી.આ મામલે અત્યાર સુધીમાં પોલીસ કુલ ચાર આરોપીની ધરપકડ કરી ચૂકી છે તો એક આરોપી હજી પણ ફરાર છે.

સિધ્ધપુરના ગાંગલાસણ રહેતી હેતલબેન શીવાજી ઠાકોર છેલ્લા ચારેક મહિનાથી ઊંઝા ખાતે બંધન બેન્કમાં રીલેશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેની ઉંઝા ખાતેથી રૂટ ખડીયાસણ સેદ્રાણા ગાંગલાસણ બેન્કની લોનોના ઇન્સ્ટોલમેન્ટ કલેકટના રૂ.138060 ની બેગમાં લઇને તારીખ 06/02/2021 બપોરે એકટીવા ઉપર ગાંગલાસણથી સિધ્ધપુર વચ્ચે આવતા હતા તે વખતે અચાનક પાછળથી એક પલ્સર ત્રણ બાઇક સવાર આવ્યા એકટીવાને આડાશ કરીને ઉભુ રાખ્યુ હતુ. બેગ છીનવી ફરાર થઇ ગયા હતા.

આ ઘટનાની સિધ્ધપુર પોલીસ મથકે ત્રણ અજાણ્યા બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પીએસઆઇ વી.એસ.પટેલ હાથ ધરી તેઓએ સીસીટીવી તેમજ ખાનગી બાતમી દ્વારા ઠાકોર અલ્પેશજી જુઝારજી, ઠાકોર રાજુજી બાબુજી અને ઠાકોર લાલજી ઉદેસીંહ ઝડપી પાડ્યા હતા તેઓની સમગ્ર લુંટમાં ફરાર સિન્ધી સાજીદ શમશેરભાઇ અને શમશેરભાઇ અલીભાઇ સિન્ધી ઝડપી પાડવા ચક્રોગતિ માન હતા ત્યારે ગુરૂવારે ખાનગી બાતમી આધારે સિન્ધી સાજીદ શમશેરભાઇ ઝડપી પાડ્યો હતો.આ લુંટમાં હજી શમશેરભાઇ સિન્ધી ફરાર છે. આ સમગ્ર ઘટનમાં ત્રણ બાઇક સવાર હતા લુંટ ઘટના બની ત્યાંથી થોડેક દુર તેમની મદદગારી કરના ઇકો ગાડીમાં બે શખ્સો હતા આ સમગ્ર ઘટનમાં અંજામ 5 આરોપીઓએ આપ્યુ હતુ. તેવુ સિધ્ધપુર પીઆઇ સી.વી.ગોસાઇ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...