સમસ્યા:પાટણમાં પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને એક મહિનાનું વેઈટિંગ

પાટણએક દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણ કેન્દ્રમાં અરજદારોને વેરિફિકેશન માટે હવે રાહ જોવી પડે છે - Divya Bhaskar
પાટણ કેન્દ્રમાં અરજદારોને વેરિફિકેશન માટે હવે રાહ જોવી પડે છે
  • પાટણ,મહેસાણા,બ.કાં. અને કચ્છ જિલ્લાના અરજદારો પણ અરજીઓ કરતા હોય છેલ્લા 6 માસમાં સંખ્યા વધી
  • અરજીઓ વધતા 40ના બદલે હવે રોજ 50 લોકોને બોલવાના શરૂ કરાયા, 1000થી વધુ અરજીઓ પેન્ડિંગ

પાટણમાં પાસપોર્ટ કેન્દ્રમાં ઉ.ગુ.માંથી નવીન પાસપોર્ટ કઢાવવા માટે અરજીઓની સંખ્યા વધતા કેન્દ્ર દ્વારા વેરિફિકેશન માટે અરજદારોને એક મહિનાની વેઈટિંગ કરવું પડી રહ્યું છે. કેન્દ્ર દ્વારા પેન્ડિંગ અરજીઓના નિકાલ માટે 40 ના બદલે રોજની 10 અરજદારોની સંખ્યા વધારી 50 જેટલા લોકોનું વેરિફિકેશન કરાઈ રહ્યું છે. પાટણ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત પાસપોર્ટ કેન્દ્રમાં નવીન પાસપોર્ટ કઢાવવા માટે છેલ્લા છ માસથી સતત અરજીઓમાં વધારો થયો છે.

જે પહેલા 400થી 500 લોકોની માસિક અરજી આવતી હતી.જેની સામે હાલમાં 800 થી 900 લોકોની અરજીઓ આવી રહી જેથી કેન્દ્રમાં અરજદારોને વેરિફિકેશન માટે હવે રાહ જોવી પડી રહી છે. શરૂઆતમાં બે થી 5 દિવસમાં વેરિફિકેશન માટે તારીખ મળતી હતી જેની સામે હવે એક મહિનાનું વેઈટિંગ કરવું પડી રહ્યું છે. 24 નવેમ્બર સુધીમાં અંદાજે 1,000 થી વધુ અરજીઓ વેરિફિકેશન માટે પેન્ડિંગમાં છે. આજે નોંધણી કરાવીએ તો ડિસેમ્બર મહિનાના અંતમાં વેરિફિકેશન ડેટ મળે છે.

મહિના પ્રમાણે પાસપોર્ટ વેરીફીકેશન સંખ્યા

જાન્યુઆરી425
ફેબ્રુઆરી400
માર્ચ455
એપ્રિલ408
મે558
જૂન680
જુલાઈ626
ઓગસ્ટ628
સપ્ટેમ્બર797
ઓક્ટોબર722
24 નવેમ્બર સુધી640

ઉ.ગુ.માંથી વર્ષમાં સરેરાશ 6 હજાર અરજી આવે છે
પાટણમાં 21-12-2017માં પાસપોર્ટ કેન્દ્ર શરૂ થયા બાદ પાટણ, મહેસાણા અને બનાસકાંઠા સહિત કચ્છ જિલ્લાના નજીકના લાગતા વિસ્તારોમાંથી પાસપોર્ટ વેરિફિકશન માટે આવે છે. જેમાં કોરોનાના બે વર્ષ બાદ કરતા અન્ય સરેરાશ વર્ષેમાં 6000 જેટલા લોકો પાસપોર્ટ કઢાવવા વેરિફિકેશન માટે આવે છે. જેમાં સૌથી વધુ 50થી વધુ ઉંમરના સીનીયર સિટીઝન હોય છે. તેવું કેન્દ્રના કર્મી મહેશભાઈ નાડોદાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...