અકસ્માત:રાધનપુરના શબ્દલપુરા ગામના પુલ પર કાર અને પિકઅપ ડાલા વચ્ચે અકસ્માત, એકનુ મોત, બે ઘાયલ

પાટણ4 મહિનો પહેલા
  • રવિવારે રાત્રે બંને ગાડીઓ વચ્ચે મધરાતે અકસ્માત થયો હતો
  • ઈજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

રાધનપુર મહેસાણા રોડ ઉપર શબ્દલપુરા ગામના ઉપર મધરાત્રે સ્વીફ્ટ કાર અને પિકઅપ ડાલા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત અને બે લોકો ઘાયલ થયા હતા.

પાટણ જિલ્લામાં રાધનપુર નજીક રાધનપુર મહેસાણા હાઈવે ઉપર શબ્દલપુરા ગામ નજીક આવેલા ખારીયા પુલ ઉપર રવિવારે રાત્રે પસાર થઈ રહેલી એક સ્વીફ્ટ અને પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોના ભુક્કો બોલાઈ ગયા હતા.

આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત થવા પામ્યું હતું. તેમજ બે લોકોને ગંભીર ઈજાઓ થઇ હતી. અકસ્માતના પગલે મોડી રાત્રે પુલ ઉપર મોટી સંખ્યામાં લોકોનો કાફલો એકત્ર થયો હતો. ઈજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...