તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:પાટણમાં નવા મકાનનું બાંધકામ કરી રહેલાં ત્રણ મજૂરો પર બાજુના મકાનનો કાટમાળ પડતાં એકનું મોત, બે ઘાયલ

પાટણ25 દિવસ પહેલા
  • બંન્ને ઘાયલ મજૂરોને સારવાર અર્થે પાટણ સિવિલ બાદ ધારપુર ખસેડાયા
  • બાજુના મકાનમાં આરામ કરચાં વૃદ્ધ માજીનો આબાદ બચાવ

પાટણ શહેરમાં નવીન મકાનનું બાંધકામ કરી રહેલા મજૂરો ઉપર બાજુના જર્જરીત મકાનની દીવાલ ધરાશાયી થતા નીચે કામ કરી રહેલ ત્રણે મજૂરો દટાઈ ગયા હતાં. જેમાં એક મજૂરનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે બે મજૂરોને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પાટણ સાલવી વાડો ભઠ્ઠીનો માઢમાં રહેતા વિનોદભાઈ માધાભાઈ પટેલનું નવીન મકાન બની રહ્યું છે. જેમાં સુભાષ ચોક ખાતે રહેતા ત્રણ બાંધકામના મજૂરો સાંજના સમયે મકાનના પાયામાં જરીનુ ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન બાજુમાં આવેલા પટેલ હીરાબેનના બુદ્ધ મકાનના ધાબા ઉપર આવેલી પતરાની ઓરડીનો દિવાલ સહિતનો કાટમાળ અચાનક પડતા નીચે કામ કરી રહેલા 3 મજૂરો કાટમાળમાં દટાઈ ગયા હતા.

કાટમાળ પડવાના ધડાકાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં 30 વર્ષના મુકેશભાઈ મકવાણા નામના મજૂરનું કાટમાળ માથે પડવાથી માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત થવા પામ્યું હતું. તો અન્ય બે મજૂરોને ઇજાએ થતાં તાત્કાલિક પાટણ સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધું સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

પોલીસ ઘટનાસ્થળે દોડી આવી
ઘટનાના પગલે શહેર એ ડીવીઝન પોલીસને જાણ થતા પીએસઆઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા મકાન માલિક સહિત આસપાસના લોકોના ઘટના મામલે નિવેદનો લઇ તપાસ શરૂ કરી હતી. મોતના પગલે કોઇ ઘટના ન બને તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

મકાન માલીક વૃદ્ધ માજીનો જીવ બચી ગયો
નવીન બની રહેલા મકાનની બાજુમાં આવેલા મકાનમાં ફક્ત એક વૃદ્ધ માજી રહે છે. મકાનમાં લાંબા સમયથી ઉપરના ભાગ બંધ હાલતમાં જ હતો. નીચે ફક્ત માજી રહેતા હતા. ત્યારે ઉપરનો કાટમાળ નીચે ના પડતા નીચે સુઈ રહેલા વૃદ્ધ માજીનો જીવ બચી જવા પામ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...