તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:સરસ્વતીમાં એક, પાટણમાં અડધો ઇંચ વરસાદ, સિદ્ધપુરમાં 7 મીમી અને ચાણસ્મામાં 1 મીમી વરસાદ, અન્ય તાલુકામાં ઝાપટાં પડ્યાં

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતીમાં પાટણ -શિહોરી હાઇવે પર વિશાળકાય બાવળ રસ્તા વચ્ચે જ ધરાશાયી થતાં બન્ને તરફથી રસ્તો બ્લોક થયો હતો. સત્વરે વૃક્ષ હટાવી રસ્તો ખુલો થતાં વાહનવ્યવહાર શરૂ થયો હતો. - Divya Bhaskar
સરસ્વતીમાં પાટણ -શિહોરી હાઇવે પર વિશાળકાય બાવળ રસ્તા વચ્ચે જ ધરાશાયી થતાં બન્ને તરફથી રસ્તો બ્લોક થયો હતો. સત્વરે વૃક્ષ હટાવી રસ્તો ખુલો થતાં વાહનવ્યવહાર શરૂ થયો હતો.
  • જિલ્લા પંચાયત કચેરી બહાર બેનર તૂટી પડ્યું, પાટણ -શિહોરી હાઇવે પર બાવળનું ઝાડ પડ્યું

પાટણ શહેર સહિત સરસ્વતી, સિદ્ધપુર અને ચાણસ્મામાં મંગળવારે રાત્રે ગાજવીજ સાથે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં સરસ્વતીમાં એક ઇંચ અને પાટણમાં અડધો ઇંચ વરસાદ થયો હતો.પાટણ જિલ્લામાં મંગળવારે રાત્રે 9 વાગ્યા આસપાસ આકાશમાં ભારે ગાજવીજ સાથે પવન ફૂંકાયો હતો અને સાથે ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું.

જેમાં સરસ્વતી તાલુકામાં અડધો કલાકમાં જ એક ઇંચ આસપાસ વરસાદ થયો હતો. પાટણમાં અડધો ઇંચ, સિદ્ધપુરમાં 7 મિમી અને ચાણસ્મામાં 1 મિમી વરસાદ વરસ્યો હતો. અન્ય તાલુકાઓમાં છુટાછવાયા અમી છાંટણા થયા હતા. પાટણ શહેરમાં થોડા સમય માટે ફૂંકાયેલ પવનને લઈ લોકોમાં ભય જોવા મળ્યો હતો. પવનથી જિલ્લા પંચાયત કચેરી બહાર લગાવેલ સરકારી યોજનાનું મોટું બેનર ઉડી ગયું હતું.

દાંતામાં દોઢ ઇંચ, કાંકરેજમાં 11 મીમી અને પાલનપુરમાં 9 મીમી વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે રાત્રે દાંતામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે કાંકરેજ તાલુકાના આકોલી ગામે વાવાઝોડાથી મકાનના પતરા ઉડ્યા હતા. કાંકરેજમાં 11 મીમી, ડીસામાં 3, દાંતીવાડામાં 2, પાલનપુરમાં 9, ભાભરમાં 2, વડગામમાં 7, વાવમાં 4 અને સુઈગામમાં 3 મીમી વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લામાં મંગળવારે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં 18 મીમી વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...