તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પાટણ ડીસા હાઈવે પર પાલડી નજીક બે કારમાંથી દારૂ સાથે એક ઝડપાયો, 3 ફરાર

પાટણ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એલસીબીએ કાર રોકતાં અંધારામાં ત્રણ શખ્સો ફરાર થયા
 • પોલીસે ખારીવાવડીના બે અને ડીસાના મોટા સમૌના 2 સામે ગુનો નોંધ્યો

પાટણ-ડીસા હાઇવે પર પાલડી નજીક એલસીબીએ બે કાર ઝડપી હતી. જેમાં કારચાલક ઝડપાયો હતો અને ત્રણ શખ્સો રાતનો અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયા હતા. પોલીસે વિદેશી દારૂ કિ.રૂ. 50750 સાથે બે કાર મળીને કુલ રૂ.4,55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પાટણ - ડીસા હાઇવે પર દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી આધારે પાટણ અેલસીબીએ બુધવારે પાલડી નજીક નાંકાબંધી કરી હતી. તે વખતે બે કાર ચાલકો પોલીસને જોઇ કાર મુકીને નાશી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં અંધારાનો લાભ લઇને ત્રણ શખ્સો નાશી છૂટ્યા હતા. અેક શખ્સ ઝડપાઇ ગયો હતો. તપાસ કરતા કારમાંથી રૂ. 50750નો દારૂ તથા મોબાઇલ નંગ 01(કિ. રૂ. 5000), બે કાર મળી કુલ રૂ. 4,55,720ના મુદામાલ કબજે લીધો હતો.

ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
હંસરાજજી વિરમજી જાદવ (સમાઉ મોટાવ) તા.ડીસા (ઝડપાયો )
જબ્બરસિંહ ભારતસિંહ જાદવ (સમાઉ મોટાવ,તા.ડીસા) (ફરાર)
રણજીજી ઠાકોર (ખારીવાવડી તા.પાટણ)
લાલાજી બબાજી ઠાકોર (ખારીવાવડી તા.પાટણ)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો