યુવાઓ માટે ઉજ્જવળ તક:અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર તરીકે જોડાવા માટે 15મી સુધી ઓનલાઈન અરજી કરી શકશે, 17 એપ્રિલે યોજાશે પરીક્ષા

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં લશ્કરી ભરતી મેળામાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ ભારતીય સેનાની વેબસાઈટ www.joinindianarmy.nic.in પર તા.16.02.2023 થી તા.15.03.2023 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરેલ ઉમેદવારોની ઓનલાઈન પરીક્ષા તા.17મી એપ્રિલ-2023 યોજાશે.

ઉમેદવારોની વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, શારીરીક ક્ષમતા તથા વધુ માહિતી માટે ભારતીય સેનાની વેબસાઈટ www.joinindianarmy.nic.in અથવા જિલ્લા રોજગાર કચેરી,પાટણનો સંપર્ક કરવા રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

ભારતીય લશ્કરમાં અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર તરીકે જોડાઈને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે ઈચ્છુક ગુજરાતના ફક્ત પુરૂષ ઉમેદવારો માટે આર્મી રીક્રુટમેન્ટ ઓફિસ જામનગર દ્વારા આયોજન કરવામાં આવેલ છે. જેમાં અગ્નિવીર સોલ્જર(જનરલ ડ્યુટી), અગ્નિવીર સોલ્જર ટેક(ટેક્નીકલ), અગ્નિવીર સોલ્જર ટ્રેડમેન(તમામ), અગ્નિવીર સોલ્જર(ક્લાર્ક/સ્ટોરકીપર), ગેસકીપરની જગ્યા માટે ભરતી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...